અમદાવાદઃશહેરમાં ગુનાઓની સંખ્યા વધી રહી છે. ત્યારે સરદારનગર વિસ્તારમાં મહિલાએ પોતાની પુત્રી સાથે મળી પોતાના જ પતિની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. જોકે, આ જ વિસ્તારના જી-વોર્ડમાં ગત સપ્તાહે જ પ્રેમિકાને ભૂતકાળમાં ભગાડી જવા બાબતે અદાવત રાખીને એક મિત્રએ બીજા મિત્રની હત્યા કરી હતી. ત્યારે વધુ એક હત્યાનો બનાવ સરદારનગરમાં સામે આવ્યો છે. જોકે, આ ઘટનામાં આરોપી મહિલાઓએ મૃતકના ત્રાસથી કંટાળી હત્યા કરી હોવાનું જણાયું હતું. ત્યારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે.
આ પણ વાંચોઃHarsh Sanghvi: ઓરિસ્સાના પરિવાર અને સમાજના લોકોએ ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આભાર
સરદાર પોલીસમાં નોંધાઈ ફરિયાદઃ આ મામલે સરદારનગર વિસ્તારમાં રહેતા પરાગ જાદવે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, 25 ફેબ્રુઆરીએ રાત્રે 12 વાગ્યાની આસપાસ તેના કાકી ગીતા જાદવે ફોન કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તેના કાકા કિશોર જાદવ બહારથી આવ્યા ને જમ્યા વગર સૂઈ ગયા હતા. જોકે, તેમને ઉઠાડવા છતાં તેઓ ઉઠ્યાં નહતા, જેથી તાત્કાલિક પરાગ જાદવ કાકાના ઘરે ગયા હતા અને 108 બોલાવતા 108ના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
ફરિયાદીને શંકા જતા મામલો સામે આવ્યોઃ જોકે, તે વખતે મરણ વિશે શંકા હોવાથી તેઓ મૃતકને લઈને સિવિલ હોસ્પિટલ ગયા હતા અને ત્યાં ડોક્ટરે તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા, જેથી તેમણે પોલીસને કોઈ જાણકારી આપી નહતી. ત્યારે પોલીસે અકસ્માત મોત નોંધ કરી હતી. ત્યારબાદ કિશોર જાદવના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. આ અંગે તબીબે જણાવ્યું હતું કે, મૃતકનું મૃત્યુ શ્વાસ રૂંધાવાથી ગળું દબાવવાથી અને મોઢું દબાવવાથી થયું છે. આથી આ મામલે ફરિયાદીને શંકા તેમણે જતા કાકા કિશોરભાઈના મરણ બાબતે અજુગતું બનેલું હોવાની આશંકા વ્યક્ત કરી હતી. જોકે, મૃતકની અંતિમ વિધિ પૂર્ણ કરી કાકી ગીતાબેન તથા તેમની દિકરી જ્યોતિ તથા ભાવનાને પૂછપરછ કરતા સમગ્ર હકીકત સામે આવી હતી.