અમદાવાદ : કોંગ્રેસ તેમના ધારાસભ્યોને સાચવી રાખવામાં નિષ્ફળ ગઈ છે. પાંચ ધારાસભ્યો ભાજપમાં જોડાયાં ત્યારે તેમનું કહેવું હતું કે સત્તા પક્ષમાં રહી તો વિસ્તારના કામો થાય છે, ત્યારે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કહેવું પડ્યું હતું કે કામ તો બધી જ જગ્યાએ થાય છે. ટૂંકમાં તે ધારાસભ્ય અંગત કામોની વાત કરતાં હશે. હાલ કોંગ્રેસમુક્ત ભારતની વાત કરતો ભાજપ હાલ કોંગ્રેસ યુક્ત ભાજપ બની ગયો છે. મંત્રીમંડળમાં પણ કોંગ્રેસ મૂળના ધારાસભ્યો અન રાજ્યસભામાં પણ કોંગ્રેસી ઉમેદવાર છે. રાજકારણમાં ભારે પરિવર્તન છતાં તે સહજમાં સ્વીકારી લેવાય છે. પ્રજા ભોળી છે, નેતાઓના છટાદાર ભાષણમાં આવી જાય છે, નાની લાલચો આપીને મતદારોને આકર્ષી લે છે.
કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલાં 5 ધારાસભ્યો બ્રિજેશ મેરજા, જે.વી. કાકડિયા, પ્રદ્યુમનસિંહ જાડેજા, અક્ષય પટેલ અને જીતુ ચૌધરીએ કમલમમાં જઈને કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે, હવે તેઓ પેટા ચૂંટણીમાં ભાજપના નેજા હેઠળ ટિકીટ મેળવવાના સ્વપ્ન જોઈ રહ્યાં છે. જો કે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ તો સ્પષ્ટતા કરી હતી કે ટિકીટ આપવાનું કામ મોવડીમંડળ કરશે. જે પછી તમામ ધારાસભ્ચોએ સ્વર્ણિમ સંકુલમાં આટાંફેરા ચાલુ કરી દીધાં છે. સીએમ અને ડેપ્યૂટી સીએમને મળીને ટિકીટ મળે તેનું લોબિંગ શરૂ કર્યું છે. પણ સામે ભાજપમાં ભારે અસંતોષ ફેલાયો છે. જેને પગલે સોમાભાઈ પટેલ, મંગળ ગાવિત અને પ્રવીણ મારૂનો ભાજપ પ્રવેશ અટક્યો છે.
ગુજરાતઃ પેટાચૂંટણીમાં પ્રજા પક્ષપલટુઓને સ્વીકારશે? ભાજપમાં ઉકળતો ચરુ
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીનો જંગ જીતવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવીને કોંગ્રેસના 8 ધારાસભ્યોને મનાવી લીધાં. કોંગ્રેસના 8 ધારાસભ્યોએ રાજીનામાં તો આપી દીધાં અને તેમાંથી 5 ધારાસભ્યોએ કેસરીયો ખેસ પણ ધારણ કરી લીધો છે. હવે બીજા 3 ધારાસભ્યો ભાજપમાં પ્રવેશ મેળવવા થનગની રહ્યાં છે. બીજી તરફ વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકોની પેટાચૂંટણી યોજાવાની વાતો વહેતી થઈ છે. જેથી હવે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ધારાસભ્યોએ જોરદાર લોબિંગ શરૂ કર્યું છે. હવે સવાલ એ થાય છે કે ભાજપનું મોવડીમંડળ પક્ષપલટુઓને ટિકીટ આપશે કે નહીં?, અને ધારો કે ટિકીટ આપી તો પક્ષપલટાને કારણે સ્થાનિક લેવલે તે ધારાસભ્ય સામે ભારે રોષ વ્યાપી ગયો છે. પક્ષપલટુઓને પ્રજા સ્વીકારશે? જે બેઠકો પર પક્ષપલટો થયો છે, તે બેઠક પર ભાજપના વરિષ્ઠ નેતાઓમાં ભારોભાર અસંતોષ પ્રવર્તી રહ્યો છે. આ નેતાઓ પક્ષપલટો કરીને ભાજપમાં આવ્યાં તેમનો ચૂંટણી પ્રચાર કરશે ખરા? પેટા ચૂંટણીની જાહેરાત પહેલા પેટા ચૂંટણીના પડઘમ.
ગુજરાતઃ પેટાચૂંટણીમાં પ્રજા પક્ષપલટુઓને સ્વીકારશે? ભાજપમાં ઉકળતો ચરુ
ભરત પંચાલનો રીપોર્ટ, બ્યૂરો ચીફ, ગુજરાત
Last Updated : Jul 2, 2020, 7:10 PM IST