તો શું હવે વકિલોને પણ આચારસહિંતા લાગુ પડશે? - Gujarati News
અમદાવાદઃ વકીલો પોતાના અસીલ સાથે કઈ રીતે વર્તન કરે મુદ્દે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજી પર ગુરુવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં ચીફ જસ્ટીસ અનંત દવેને બીરેન વૈષ્ણવની ખંડપીઠે મહત્વનું અવલોકન કરતા કહ્યું કે જો દરેક માટે આચારસહિંતા લાગુ પડે છે. ત્યારે વકીલોએ કોર્ટમાં કઈ રીતે વર્તવું જોઈએ એ મુદ્દે કેમ કોઈ આચારસહિંતા નથી. વકીલો તેમના અસીલ સાથે ગેરવર્તન કરે ત્યારે શું પગલા લઈ શકાય એ મુદ્દે બાર કાઉન્સિલ જવાબ રજુ કરે.
ગુજરાત હાઇકોર્ટ
હાઈકોર્ટે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અને ગુજરાતને ટકોર કરતા કહ્યું કે,જજોની સક્ષમતા અંગે ચકાસણી કરવામાં આવે છે પરતું વકીલોની ધારા-ધોરણ અંગે કેમ કોઈ ચકાસણી કરવામાં આવતી નથી..હાઈકોર્ટે આ મુદ્દે બંને પ્રતિવાદી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને ઈન્ડિયા પાસેથી ખુલાસો માંગ્યો છે...ગત ફેબ્રુઆરી મહિનામાં વકીલોના વર્ત ન અંગે નિયમ ઘડવામાં આવે એવી અરજી મોટો અરજી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.