ગુજરાત

gujarat

ETV Bharat / state

શું PSI પરિક્ષાનું પેપર પણ ફુટ્યું? ભરતી બોર્ડના ચેરમને આ બાબતે શું આપી પ્રતિક્રિયા... - Chairman of the Recruitment Board

આજે રાજ્યમાં PSIની પરીક્ષા(PSI exam) યોજાઇ હતી, તે દરમિયાન અમદાવાદમાં પરીક્ષાનું પેપર ફૂટ્યાની ઘટના(Incident of paper exploding) સામે આવી છે. ગીતા હાઈસ્કૂલમાં પેપર ફૂટ્યું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આ બાબત પર ભરતી બોર્ડના ચેરમેન(Chairman of the Recruitment Board) વિકાસ સહાયે પ્રતિક્રિયા આપી હતી.

શું PSI પરિક્ષાનું પેપર પણ ફુટ્યું?
શું PSI પરિક્ષાનું પેપર પણ ફુટ્યું?

By

Published : Mar 6, 2022, 7:29 PM IST

અમદાવાદ ; ગુજરાતમાં વધુ એક સરકારી ભરતીના પેપરનો છબરડો સામે આવ્યો છે. રાજ્યામાં આજે રવિવારે PSI ની પરીક્ષા(PSI exam) યોજાઇ હતી, તે દરમિયાન અમદાવાદમાં PSIની પરીક્ષાનું પેપર ફૂટવાની ઘટના સામે આવી છે. શહેરમાં ગીતા હાઈસ્કૂલમાં પેપર ફૂટ્યું હોવાનો આક્ષેપ થયો છે. પરીક્ષા દરમિયાન પેપર, OMR સીટ અને કોલ લેટર લઇ લેવાતા વિવાદ સર્જાયો હતો. પરીક્ષા સેન્ટરથી કોલ લેટર પરત ન મળતા ઉમેદવારોએ હોબાળો કર્યો હતો.

શું PSI પરિક્ષાનું પેપર પણ ફુટ્યું?

આ પણ વાંચો :PSI Exam Gujarat: પ્રથમ વખત વર્ગખંડ અને કેન્દ્રોમાં જામરનો કરાશે ઉપયોગ, 77 સ્પેશિયલ રૂટથી કેન્દ્ર સુધી લઇ જવાશે પ્રશ્નપત્ર

ભરતી બોર્ડના ચેરમનનો ખુલાસો

PSI ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયે આ મામલે જણાવ્યું કે, લાંભામાં જે બન્યુ હતુ તે અમારા ધ્યાને આવ્યું છે. ગેરસમજને કારણે ઉમેદવારનો પ્રશ્નપત્ર લઇ લેવામાં આવ્યા હતા. પ્રશ્નપત્ર કે કોલ લેટર અમે રાખતા નથી, ગેરસમજના કારણે થયુ છે. આ પ્રોબ્લેમ પણ જલદી સોલ્વ થઈ જશે. આજે PSIની લેખીત પરીક્ષાનુ આયોજન થયુ હતુ. 96,000 કરતા વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. અમદાવાદમાં બે બાબત ધ્યાને આવી છે, જેમાં એક કેન્દ્ર પર મોબાઈલ લઈ ઉમેદવાર અંદર ગયો હતો જે બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી છે. બીજા એક કેન્દ્ર પર કોઈ ઉમેદવારે પોતાની જન્મ તારીખ સાથે ચેકચાક કરી હતી.

આ પણ વાંચો ; Irregularities in PSI exams: લેભાગુ તત્વોએ ડાયરેકટ પાસ કરવાના 10 લાખ ઉઘરાવ્યાંઃ યુવરાજસિંહ જાડેજા

ABOUT THE AUTHOR

...view details