આર્થિક પેકેજ-2માં મજૂર, ખેડૂત, ગરીબને સરકારના ખજાનામાંથી શું મળ્યું? જુઓ પૃથક્કરણ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે 20 લાખ કરોડના આર્થિક પેકેજમાં દરેક સેકટરનું ધ્યાન રાખીને રાહત આપવાનો પ્રયત્ન કર્યો છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમને આજે બીજા ભાગમાં રજૂ કરેલા આર્થિક પેકેજમાં પ્રવાસી શ્રમિકો, શહેરી ગરીબો અને નાના અને સીમાંત ખેડૂતો માટે જાહેરાતો કરી છે. તો જોઈએ આર્થિક પેકેજનું પૃથક્કરણ...
અમદાવાદઃ નાણાં પ્રધાન નિર્મલા સીતારમને તેમની સ્પીચમાં જણાવ્યું હતું કે, પ્રવાસી શ્રમિકો, ખેડૂતો અને ગરીબો અમારી પ્રાથમિકતા છે. સંકટ આવતાંની સાથે અમે ગરીબોના ખાતામાં પૈસા પહોંચાડ્યા હતાં. લૉક ડાઉનમાં પણ સરકાર સતત કામ કરી રહી છે. આર્થિક પેકેજનો પહેલો હિસ્સો એમએસએમઈના નામે હતો. હવે બીજો હિસ્સો શ્રમિકો, ગરીબો અને ખેડૂતો માટે છે. જો કે આર્થિક પેકેજનો બીજો ભાગ કેટલો ફાયદો કરાવશે તે માટે જુઓ પૃથક્કરણ... અમદાવાદ સ્ટુડિયોથી સીનિયર રિપોર્ટર પારૂલ રાવલ અને બ્યૂરો ચીફ ભરત પંચાલનું પૃથક્કરણ...