હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસવાની સંભાવના છે.
રાજ્યમાં જામશે વરસાદી માહોલ, હવામાન વિભાગની આગાહી - gujarat
અમદાવાદ: જિલ્લામાં વરસાદનું ધમાકેદાર આગમન થતાં લોકોએ રાહત અનુભવી હતી. જેને લઈ અમદાવાદ સહિત રાજ્યના મોટેભાગના શહેરોમાં વરસાદ વરસ્યો હતો. ત્યારે ફરી આગામી દિવસોમાં ગુજરાતમાં સારો વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
અપર એર સાયકલોન સર્ક્યુલેશન સક્રિય થતા ગુજરાતમાં વરસાદી માહોલ જામશે. જેના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડશે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપીમાં સારો વરસાદ પડશે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સામાન્યથી સારો વરસાદ વરસવાની શક્યતા છે. જ્યારે અમદાવાદમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. લાંબા વિરામ બાદ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. જેના કારણે ગરમીમાં સામાન્ય રાહત થઈ છે. આગામી દિવસોમાં ગુજરાતમાં સારો વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે.