હવામાનના આગાહી, આ શહેરોમાં આગામી પ દિવસ રહેશે હિટવેવ - Heat wave
અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં આગામી પાંચ દિવસ હીટવેવ કન્ડીશન રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી 24 કલાક પછી સૌરાષ્ટ્ર, વેરાવળ, પોરબંદર, દીવ, કચ્છ, સુરેન્દ્રનગર, ભાવનગર, સાબરાકાંઠા, બનાસકાંઠામાં તાપમાનના પારો વધુ ઊંચે જશે, અને ક્રમશઃ તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી ઊંચે જવાનું અનુમાન છે.
શનિવારે સૌથી વધુ ગરમી સુરેન્દ્રનગરમાં 40.3 ડિગ્રી નોંધાઈ હતી. તે પછી અમરેલીમાં 40 ડિગ્રી, ભુજમાં 40 ડિગ્રી, રાજકોટમાં 39.7 ડિગ્રી, વડોદરામાં 39.6 ડિગ્રી, સૂરતમાં 39.4 ડિગ્રી, અમદાવાદમાં 39.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સને કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ થયો હતો. જેને પગલે ભરઉનાળે તાપમાન ઘટી ગયું હતું. પણ છેલ્લા બે દિવસથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. અને હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ હીટવેવ રહેશે. તેમજ તાપમાનમાં ક્રમશઃ 2-3 ડિગ્રીનો વધારો થશે.