ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતમાં કોલ્ડવેવની હવામાન વિભાગની આગાહી, નલીયા 3.6 ડિગ્રીમાં ઠુઠવાયું

અમદાવાદઃ ઉત્તર ભારતમાં હિમવર્ષા અને શીતલહેરને પગલે ગુજરાતમાં આગામી બે દિવસ દરમિયાન કોલ્ડવેવ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આજે શનિવારે નલીયા 3.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ઠુંઠવાયું હતું. ગુજરાતનું સૌથી ઠંડુ શહેર નલીયા રહ્યું હતું. તેમજ ડીસા, કંડલા, ભૂજ અને રાજકોટમાં પણ લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીની નીચે રહ્યું હતું.

અમદાવાદ
અમદાવાદ

By

Published : Dec 28, 2019, 2:34 PM IST

Updated : Dec 28, 2019, 3:00 PM IST

ઉત્તર ભારતમાં હિમ પડી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, ઠંડીમાં હજુ વધારો થઈ શકે છે. દિલ્હી અને રાજસ્થાનમાં રેકોર્ડબ્રેક ઠંડી પડી રહી છે. લઘુત્તમ તાપમાન ઘટે તેની સાથે મહત્તમ તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. છેલ્લા 118 વર્ષમાં દિલ્હી માટે ડિસેમ્બર 2019 બીજો સૌથી ઠંડો મહિનો રહ્યો છે. ગુજરાતમાં બે દિવસ કાતિલ ઠંડી પડશે. ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, આણંદ, સૌરાષ્ટ્ર, કચ્છ, રાજકોટ અને અમરેલી જેવા વિસ્તારોમાં કોલ્ડવેવની સ્થિતિ રહેશે.

ગુજરાતમાં પણ છેલ્લા ત્રણ દિવસ સતત લઘુત્તમ તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. જેથી ઠંડીના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. કાતિલ ઠંડા પવનોને કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું છે, ત્યારે નલીયામાં 3.6 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડુ શહેર સાબિત રહ્યું છે.

ગુજરાતના મુખ્ય શહેરનું લઘુત્તમ તાપમાન

  • નલીયા 3.6 ડિગ્રી
  • ડીસા 6.8 ડિગ્રી
  • કંડલા 8.2 ડિગ્રી
  • ભૂજ 9.0 ડિગ્રી
  • રાજકોટ 9.3 ડિગ્રી
  • ગાંધીનગર 10 ડિગ્રી
  • સુરેન્દ્રનગર 10.2 ડિગ્રી
  • વલ્લભ વિદ્યાનગર 10.2 ડિગ્રી
  • અમદાવાદ 10.2 ડિગ્રી
  • વડોદરા 12.2 ડિગ્રી
  • સૂરત 16.4 ડિગ્રી
  • ભાવનગર 14.2 ડિગ્રી
  • પોરબંદર 13.4 ડિગ્રી
Last Updated : Dec 28, 2019, 3:00 PM IST

ABOUT THE AUTHOR

...view details