ગુજરાત

gujarat

ETV Bharat / state

માંડલ પોલીસ સ્ટેશનમાં વિજયાદશમીના અવસર પર શસ્ત્ર પૂજન કરાયું

અમદાવાદમાં વિજયાદશમીના પર્વ નિમિત્તે માંડલ પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઈ, પોલીસ કોન્સ્ટેબલ, હેડ.કો.સહિતનો પોલીસ સ્ટાફ હાજર રહી તેમના હથિયારોનું પૂજન કર્યું હતું. ત્યારે આજના દિવસે શસ્ત્ર પૂજન કરવાનો ખાસ મહિમા છે.

police
માંડલ પોલીસ સ્ટેશનમાં વિજયા દશમી એ શસ્ત્ર પૂજન કરાયું

By

Published : Oct 25, 2020, 2:03 PM IST

  • અધર્મ પર ધર્મનો વિજય એટલે વિજયાદશમી
  • પોલીસ સ્ટેશનમાં શસ્ત્ર પૂજન કરાયું
  • આજના દિવસે છે શસ્ત્ર પૂજન કરવાનો ખાસ મહિમા

અમદાવાદ : વિજયાદશમી એટલે કે દશેરાનો તહેવાર. વિજયાદશમી એટલે દેવીના વિજયનો તહેવાર. આ શ્રીરામની રાવણ પર અને માતા દુર્ગાની શુંભ-નિશુંભ પર વિજયના ઉપલક્ષ્યમાં ઉજવવામાં આવે છે. પરંપરા મુજબ આને આપણે અધર્મ પર ધર્મનો વિજયના તહેવારના રૂપમાં ઉજવીએ છીએ. ત્યારે આજે ખાસ કરીને શસ્ત્રપૂજન કરવાનો પણ ખાસ મહિમા છે.

ઠેર-ઠેર જગ્યાએ શસ્ત્રોનું પુજન કરવામાં આવ્યું

દેશની સીમા પર જવાનોથી લઈને દેશમાં ઠેર-ઠેર જગ્યાએ શસ્ત્રોનું પુજન કરવામાં આવે છે. ત્યારે આજરોજ વિજયાદશમીના પર્વ નિમિત્તે માંડલ પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઈ,પોલીસ કોન્સ્ટેબલ, હેડ.કો.સહિતનો પોલીસ સ્ટાફ હાજર રહી તેમના હથિયારોનું પૂજન કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details