શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં કેટલાય સમયથી પાણીની સમસ્યા ચાલી રહી હતી. જેના માટે સ્થાનિકોએ અનેક વખત રજૂઆત પણ કરી હતી. પરંતુ કોઈ નિકાલ ન આવતા મહિલાઓ રોષ સાથે મેયરના ઘરનો ઘેરાવો કરવા પહોંચી હતી.
પાણીની સમસ્યા અંગે મેયરના ઘરનો ઘેરાવ કરવા ગયેલી મહિલાઓની અટકાયત - problem
અમદાવાદ : રાજ્યભરમાં ગરમીને લઈને પાણીની ભારે સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે કેટલાક ગામો તો એવા પણ છે કે જ્યાં ટેન્કર દ્વારા પાણી મંગાવવું પડે છે. જેમાં અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં પણ પાણીની સમસ્યા છે. જેને લઈને ત્યાંની સ્થાનિક મહિલાઓ વિરોધ પ્રદર્શન કરવા મેયરના બંગલે પહોંચી હતી. જેમની નવરંગપુરા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
પાણીની સમસ્યા અંગે મેયરના ઘરનો ઘેરાવ કરવા ગયેલી મહિલાઓની કરાઈ અટકાયત
જેમાં 100થી વધુ મહિલાઓ ખાલી ઘડા લઈને મેયરના ઘરની બહાર પહોંચી હતી અને સુત્રોચ્ચાર કર્યા હતા. આ મામલે જાણ થતા નવરંગપુરા પોલીસ પણ મેયરના ઘરે પહોંચી હતી અને ત્યાં વિરોધ કરી રહેલી મહિલાઓની અટકાયત કરી હતી. અટકાયત કરેલી મહિલાઓને નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવી હતી.