સમગ્ર વિગત અનુસાર ETV BHARAT દ્વારા પાણીના બગાડ અંગે સમાચાર પ્રસારિત થતાની સાથે જ રાતોરાત કોર્પોરેશન દ્વારા પાણીનો બગાડ અટકાવવા માટે રીપેરીંગ કામ કરવામાં આવ્યું હતું. જેને પણ ETV BHARATએ ઇમ્પેક્ટ સમાચાર પણ રજૂ કર્યા હતા પરંતુ ગરૂવારે ફરી વખત કોર્પોરેશને રીપેરીંગ કર્યું હતું તે જગ્યાએ ફરી વખત પીવાના પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું છે.
24 કલાક પણ ન ચાલ્યું તંત્રનું રિપેરીંગ કામ, લાખો લીટર પાણીનો બગાડ ક્યાં સુધી? - gujarati news
અમદાવાદઃ શહેરમાં બે દિવસ પહેલા હાથીજણ વિસ્તારમાં લાખો લિટર પાણીના બગાડના અહેવાલને ETV BHARATએ પ્રસારીત કર્યો હતો. જે બાદ તંત્રએ કામગીરી શરૂ કરી હતી.
સ્પોટ ફોટો
જેને લઈને જનતામાં રોષ જોવા મડ્યો હતો. એક તરફ અમુક જિલ્લાઓ પીવાના પાણી માટે વલખા મારે છે ત્યારે અમદાવાદ તંત્ર દ્વારા આવા લાખો લીટર પાણીના બગાડ સામે કોઈ કામગીરી હાથ ધરાતી નથી અને કામગીરી કરાય તો પણ પુરા 24 કલાક પણ નથી ચાલતું તેવું રિપેરીંગ કરાય છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર કોઈ નક્કર કામગીરી કરશે કે આમ જ પાણીને બગાડ સતત ચાલુ રહેશે.