ગુજરાત

gujarat

ETV Bharat / state

નીતિન પટેલે લીધી નવી સિવિલ હોસ્પિટલની મુલાકાત

અમદાવાદઃ નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્યપ્રધાન નીતિન પટેલે 1200 બેડની નવી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ તકે તેમણે કહ્યું કે, જુની વીએસને સંપૂર્ણ ચાલુ રાખવા માટે મેયર અને કમિશ્નર પ્રયાસ કરી રહ્યા છે.

નીતિન પટેલ સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાતે

By

Published : Jun 8, 2019, 6:28 PM IST

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે નવી સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી હતી.અને હોસ્પિટલમાં ચાલતી કામગીરીનું નિરિક્ષણ કરી કેસ બારી પર દર્દીઓ સંબંધિત સ્ટાફને સુધાર લઇ આવવા માટેની સૂચના આપી હતી. આ ઉપરાંત સ્ટાફને પણ સુધારો લઇ આવવા અનેક સુચનાઓ આપી હતી અને કહ્યું હતુ કે હું ગમે ત્યારે મહિનામાં કે બે મહિનામાં દિવસ અથવા તો રાત્રે સિવિલની ઓચિંતિ મુલાકાત લઈશ તેવુ જણાવ્યું હતું.

નીતિન પટેલે લીધી નવી સિવિલ હોસ્પિટલની મુલાકાત

આ ઉપરાંત દર્દીઓના સગા વહાલાઓને હોસ્પિટલમાં કેવી સારવાર મળે છે તે અંગેની પૂછપરછ કરી માહિતી મેળવી હતી. મીડિયા સાથે વાતચીત કરતા નીતિન પટેલે જણાવ્યું હતુ કે, 1 માસમાં જુની હોસ્પિટલનો સામાન શિફ્ટ થયો છે. અને સ્ત્રી રોગ, બાળ રોગનો વિભાગ શરૂ થઈ ગયો છે. નજીકના ભવિષ્યમાં અલગ અલગ વિભાગ અહીં શિફ્ટ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details