ગુજરાત

gujarat

ETV Bharat / state

વિરમગામનો ટાઉનહોલ આગવી ઓળખ બનશેઃ નગરપાલિકા પ્રમુખ

વિરમગામમાં રૂ. 288.70 લાખના ખર્ચે નવો તૈયાર થયેલા ટાઉનહોલને લઇ લોકોમાં ખુશી જોવા મળી રહી છે. લોકો આ ટાઉનહોલ બનવવાનો શ્રેય વિરમગામ નગરપાલિકા પ્રમુખ રિના પંડ્યાને આપી રહ્યા છે.

વિરમગામનો ટાઉનહોલ આગવી ઓળખ બનશેઃ નગરપાલિકા પ્રમુખ
વિરમગામનો ટાઉનહોલ આગવી ઓળખ બનશેઃ નગરપાલિકા પ્રમુખ

By

Published : Oct 20, 2020, 4:44 PM IST

  • નગરપાલિકા પ્રમુખ રિના પંડ્યાના કાર્યકાળ દરમિયાન વિરમગામને ટાઉનહોલ મળ્યો
  • ટાઉનહોલ બનતા વિરમગામની એક આગવી ઓળખ ઊભી થઈ
  • વિરમગામ શહેરમાં 288.70 લાખના ખર્ચે ટાઉનહોલ બનાવાયો
  • ટાઉનહોલને સ્વામી વિવેકાનંદ હોલ નામ આપવામાં આવ્યું

વિરમગામઃ વિરમગામમાં નવો ટાઉનહોલ બનવાથી લોકોમાં ખુશી જોવા મળી રહી છે. જોકે લોકો એવું માની રહ્યા છે કે, નગરપાલિકાના પ્રમુખ તરીકે રિના પંડ્યા જ્યારથી સત્તા પર આવ્યા છે ત્યારથી વિરમગામના લોકોને પ્રાથમિક સુવિધા અને સુખાકારીમાં વધારો થયો છે. રિના પંડ્યાના કારણે જ વિરમગામને નવો ટાઉનહોલ મળ્યો છે.

વિરમગામનો ટાઉનહોલ આગવી ઓળખ બનશેઃ નગરપાલિકા પ્રમુખ

ટાઉનહોલથી વિરમગામને અલગ ઓળખ મળશે
આ અંગે વિરમગામ નગરપાલિકા પ્રમુખ રિના પંડ્યાએ કહ્યું, ટાઉનહોલ થકી વિરમગામ શહેરની એક આગવી ઓળખ ઊભી થઈ છે. રાજ્યમાં શહેરી સંખ્યા 45 ટકાથી વધુ છે. રાજ્યના નગરો રહેવાલાયક માણવાલાયક અને જીવવાલાયક બને તે માટે સરકાર પ્રતિબદ્ધ છે. રાજ્યના નગરોમાં સમસ્યાની ભરમાર ન હોય પરંતુ વ્યથાની જગ્યાએ વ્યવસ્થા હોય તેવું વાતાવરણ બનાવ્યું છે. રાજ્ય સરકાર વિરમગામના ઐતિહાસિક મુનસર તળાવનો વિકાસ ઈચ્છે છે. નગરના તળાવ, જાહેર સ્થળો, રસ્તા, પાણી વિતરણ વ્યવસ્થા આ બધી નગરની ઓળખ છે. સારા પ્રસંગો ઊજવવા કે કાર્યક્રમો કરવા ટાઉનહોલ સુવિધા ઉપયોગી બનતી હોય છે. વિરમગામ નગરપાલિકાના સત્તાધીશો ભવિષ્યનો વિચાર કરી વિકાસ કાર્યો અને વિકાસના આયોજનો કરે છે.

ABOUT THE AUTHOR

...view details