અમદાવાદ: શહેરના જુદા- જુદા વિસ્તારોમાં જેમાં ખાસ કરીને સિંધુ ભવન રોડ, પ્રહલાદ નગર રોડ, આઈ.આઈ.એમ. રોડ, એસ.જી. હાઈવે અને રીંગ રોડ ઉપર યુવાનોના મોટા ટોળા જોવા મળતા લોકો મુસીબતને આમંત્રણ આપી રહ્યા છે. માસ્ક વગર તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગના અભાવને પગલે શહેરમાં કોરોનાનું સંક્રમણ વધે તેમાં કોઈ શંકા નથી.
અમદાવાદમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડ્યા ધજાગરા, લોકોનો જામ્યો મેળાવડો
વૈશ્વિક મહામારી કોરોના વાયરસના ભરડામાં કરો઼ડો લોકો આવી ચૂક્યા છે. અમદાવાદમાં પણ આ મહામારીનો પ્રકોપ યથાાવત છે, ત્યારે શહેરમાં લોકોના ટોળા જોવા મળતા સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડ્યા હતા.
ahmedabad news
અમદાવાદમાં લોકો કોરોનાને ભૂલી ગયા હોય તેવી તસ્વીરો કેટલીક જગ્યાએ સામે આવી છે. 25 સપ્ટેમ્બરની શહેરના વિવિધ વિસ્તારની તસવીરો સામે આવી છે. લોકોને કોરોનાનો ડર જ ન હોય તેવી રીતે વર્તી રહ્યાં છે. પાનનો ગલ્લો, બાગ બગીચા કે બજાર જ્યાં જુઓ ત્યાં ટોળાશાહી જોવા મળે છે. ચાની કીટલી સહિત નાસ્તાની લારી પર ભીડ જોવા મળી હતી. લોકો સોશિયલ ડિસ્ટન્સનો સરેઆમ ભંગ કરતા જોવા મળ્યા હતા.