અમદાવાદ ખાતે ગુજરાત હાઇકોર્ટના કાયદા ભવનમાં 39 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, રાજ્યના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે માળખાગત સુવિધાઓનું સગ્રથિત માળખું ઉભુ કર્યું છે ત્યારે હાઇકોર્ટના પ્રાંગણમાં બનેલું આ કાયદા ભવન પણ અદ્યતન સુવિધાઓ સાથે સેવારત થયું છે. આ ભવન સરકાર તરફી કેસ લડનારા સરકારી વકીલોની કાર્યક્ષમતાને નવો ઓપ આપશે.
છેવાડાના માનવીને ઝડપી ન્યાય મળે તે માટે સરકાર પ્રયત્નશીલ: CM રૂપાણી સુપ્રીમ કોર્ટના જસ્ટીસ આર.સુભાષ રેડ્ડીએ જણાવ્યું હતું કે, ગુજરાત તેની ગુણવત્તા માટે જાણીતું છે. આ કાયદા ભવન વૈશ્વિક કક્ષાનું બન્યું છે. તેમાં કાર્યરત લો ઓફીસર્સ અને અન્ય કર્મીઓની કાર્યક્ષમતાને નવો ઓપ આપશે. અહીં ઉપલબ્ધ કરાયેલી માળખાગત સુવિધાઓ કેસોના નિકાલને વધુ ઝડપી અને પરિણામલક્ષી બનાવાશે. આ ભવન દેશના આખા માટે મોડલ ભવન બનશે તેઓ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
રાજ્યના પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ઝડપી ન્યાય માટે શ્રેષ્ઠ પરિસર છે. વર્ષ 2004માં આ ક્ષેત્રે માત્ર 140 કરોડની જોગવાઇ હતી. જ્યારે આજે 1635 કરોડની જોગવાઇ અમારી સરકારે કરી છે.
ઉલ્લેખનીય છે કે, હાલ જુનું કાયદા ભવન કાર્યરત છે, પરંતુ ઘણા સમય પહેલા બનેલું હોવાના કારણે સુવિધાઓમાં ઘટ પડતી હતી. સાથે સાથે બદલાતા સમયના પગલે તેમાં માળખાકીય સુવિધાઓમાં બદલાવની આવશ્યકતા હતી. નવા કાયદા ભવનમાં વિશાળ બેઠક વ્યવસ્થા, અધ્યતન સુવિધાઓ અને ટેકનોલોજીના ઉપયોગથી સભર બનાવાયું છે. તેમાં કોન્ફ્રરન્સ રૂમ, રેકર્ડ રૂમ, એડવોકેટ જનરલ, ચેમ્બર, એડીશનલ-ગવર્નમેન્ટ પ્લીડર ચેમ્બર સહિત અન્ય સુવિધાઓના પગલે પક્ષકારો અને કાયદા વિભાગ સાથે સંકળાયેલા કર્મચારીઓ અધિકારિઓને પોતાના કેસોનું બ્રિફીંગ કરવામાં સુલભતા વધશે.
આ તકે રાજ્યના કાયદા પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ગૃહ અને કાયદા રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ ડો. જે.એન.સિંઘ તથા સોલિસિટર જનરલ તુષાર મહેતા, ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ જનરલ કમલ બી.ત્રિવેદી, એડીશનલ એડવોકેટ જનરલ પ્રકાશ કે જાની, ગવર્મેન્ટ પ્લીડર, મનીષાબેન લવકુમાર, પબ્લિક પ્રોસીક્યુટર મિતેષ અમીન, રાજ્યના કાયદા વિભાગના ઇન્ચાર્જ સચિવ મિલન દવે, એડવોકેટઓ વગેરે પણ હાજર રહ્યા હતા.