ગુજરાત

gujarat

ETV Bharat / state

વાહનો ફેરવવાનો શોખ પડ્યો મોંઘો, પોલીસે કરી ધરપકડ - police

અમદાવાદ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ટુ વ્હીલર વાહનોની ચોરી કરતા ઈસમને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી 10 વાહનો કબજે કર્યા છે. અંદાજે 11 વાહન ચોરીના ગુનાનો ભેદ પણ ઉકેલવામાં આવ્યો છે.

અમદાવાદમાં વાહન ફેરવવાનો શોખીન ચોર ઝડ્પાયો

By

Published : May 22, 2019, 5:07 AM IST

ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે શહેરમાંથી વાહન ચોરનાર શખ્સને નિર્ણયનગર ગરનાળા પાસેથી ઝડપી પાડ્યો હતો. તેમની પાસેથી TVS જ્યુપીટર, મોબાઈલ ફોન અને કેમેરા કબજે કર્યા છે. તમની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવતા 9 વાહનો મળીને કુલ 2,88,000ની કિમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી પાંચ મહિના પહેલા વાડજ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરી કરવાની કોશિશમાં પકડાયેલો હતો.

અમદાવાદમાં વાહન ફેરવવાનો શોખીન ચોર ઝડ્પાયો

આરોપી શહેરમાં જે જગ્યાએ ટુ વ્હીલર વાહન ચાવી લગાડેલી હાલતમાં જણાય તે વાહનની ચોરી કરી બાદમાં ચોરી કરેલા વાહન ફેરવ્યા બાદ ગોતા બ્રિજની બાજુમાં આવેલ કોર્રપોરેશનના ખુલ્લા પાર્કિંગમાં મૂકી દેતો હતો. આરોપીને જુદા જુદા વાહનો ફેરવવાનો શોખ હોવાથી વાહન ચોરી કરતો હોવાનું જાણવા મળ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details