વેગન જીવનશૈલી શાકાહારી જીવનશૈલીથી એક પગલું આગળ છે. જેમાં દૂધ, ઘી, મધ, ચામડુંનો વપરાશ કરતા નથી. પોટલકમાં મેમ્બર્સ વેગન ચીઝ, વેગન બટર, મગસતરીમાંથી બનાવેલી છાસ, મુઠીયા, પાત્રા સહિતની અનેક વેગન વાનગીઓ પ્રદર્શિત કરી હતી.
અમદાવાદમાં વેગન પોટલક પાર્ટી યોજાઈ
અમદાવાદઃ શહેરના નામાંકિત વેગન પ્રચારક પ્રીતિ કપાસી દ્વારા વેગન પોટલક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાગપુર, મુંબઇ, દિલ્હી અને અમદાવાદ શહેરના 45 થી વધુ વેગન જીવનશૈલીમાં માનતા લોકો વિવિધ વાનગીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતાં.
ahd
વેગન સમુદાય માને છે કે, ઉપભોક્તાવાદના જમાનામાં જાનવરો વધુ ઉત્પાદન આપે તે માટે તેને હોર્મોન્સના ઈન્જેકશન સહિતની ક્રૂરતા આચરવામાં આવે છે. જેનો વેગન સમુદાય સખ્ત વિરોધ કરે છે.
પ્રાણી જ ઉત્પાદો જેવા કે દૂધ, દૂધની બનાવટો, ચામડાની વસ્તુઓ વગેરેનો ઉપયોગ કરતા નથી. આ પ્રસંગે નોન વેગન લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને વેગન પદ્ધતિ વિશે માહિતી મેળવી હતી.
Last Updated : Jul 23, 2019, 1:55 PM IST