ગુજરાત

gujarat

ETV Bharat / state

Vegetables Pulses Price ફરી શાકભાજી કઠોળના ભાવમાં ભડાકો

ગુજરાતમાં શાકભાજી અને કઠોળના ભાવમાં સતત વધારો (Vegetables Pulses Price in Gujarat) થયો છે. જ્યારે રોજિંદા ઉપયોગમાં લેવાતા શાકભાજીના ભાવોના ભાવ કેટલા વધ્યા અને કેટલા ઘટ્યા તેની પર એક નજર કરીએ. (Vegetable Pulses Price on 18 november)

Vegetables Pulses Price ફરી શાકભાજી કઠોળના ભાવમાં ભડાકો
Vegetables Pulses Price ફરી શાકભાજી કઠોળના ભાવમાં ભડાકો

By

Published : Nov 18, 2022, 8:19 AM IST

અમદાવાદરાજ્યમાં એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવ લોકોને દઝાડી રહી છે. તેવામાં અધૂરામાં પૂરું શાકભાજી અને કઠોળના ભાવ પણ દિવસેને દિવસે આસમાને પહોંચી (Vegetables Pulses Price in Gujarat) રહ્યા છે. ત્યારે સામાન્ય વર્ગના લોકોનું બજેટ ખોરવાયું છે. તો આવો એક નજર કરીએ શાકભાજી અને કઠોળના ભાવ (Vegetable Pulses Price Today) પર. એક તરફ કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક ધોવાઈ ગયો છે. તેની અસર શાકભાજી અને કઠોળની કિંમત પર પડી છે અને સામાન્ય વર્ગના લોકોને ભોગવવાનો વારો (Vegetable Pulses Price on 18 november) આવ્યો છે.

શાકભાજીના ભાવ (vegetables Prices in Gujarat)

શાકભાજી ભાવ
મરચા 100-360
લીંબુ 200-700
બટેટા 200-381
ટમેટા 100-300
ભીંડો 200-400
રીંગણા 110-220
કોબીજ 100-250
ફલાવર 130-400
દુધી 80-160
મેથી 200-430
મુળા 150-350

શાકભાજી સાથે કઠોળની સ્થિતી રાજ્યમાં શાકાભાજી સાથે કઠોળના ભાવમાં ધીરે ધીરે વધારો જતો જોવા મળે છે. સ્વાભવિક છે કે શિયાળાની શરુઆતમાં મેથી, કોથમરી સહિતના શાકભાજીના ભાવમાં વધારો થતાં હોય છે. તો બીજી તરફ ખેડુતો પણ શિયાળામાં કેટલાક કઠોળનું વાવતેર કરતા જોવા મળતા હોય છે. ત્યારે આ વર્ષ મગફળીના ભાવ સારા મળતા ખેડૂત આલમમાં પણ ભારે ખુશીનો માહોલ જોવા મળ્યા હતો.

કઠોળના ભાવ (Pulses Prices in Gujarat)

કઠોળ ભાવ
ઘઉં ટુકડા 500-600
બાજરી 285-395
તૂવેર 1125-1450
અડદ 1176-1550
મગ 1250-1457
વાલ દેશી 1925-2205
એરંડા 1215-1451
અજમો 1650-1940
જીરૂ 3960-4550

બજેટ પ્રમાણે રસોડું કેમ ચલાવવું વર્તમાન સમયમાં મોંઘવારી બુલેટ ટ્રેનની ગતિએ આગળ વધી રહી છે. ત્યારે લોકોની આવક ગોકળગાયની ગતિએ વધી રહ્યો છે. તેવામાં સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો મોંઘવારીનો કઈ રીતે સામનો કરે તે એક ચિંતાનો વિષય બની ગયો છે. ઉદાહરણ તરીકે એક સમયે જે શાકભાજીનો ભાવ 20 રૂપિયા પ્રતિકિલો હતો. ત્યારે હવે તે જ શાકભાજીના ભાવ 250 ગ્રામ માટે 20 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. આ સાથે જ સામાન્ય વર્ગના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગૃહિણીઓની બચત પર પણ મોંઘવારીએ તરાપ મારી છે. Vegetables Today Market Price, Vegetables Pulses Price, Vegetable Pulses Price Today, Vegetable Market

ABOUT THE AUTHOR

...view details