ગુજરાત

gujarat

ETV Bharat / state

વાયુ વાવાઝોડાનો ખતરો યથાવત, કચ્છમાં 17-18 જૂને આવવાની શક્યતા...

અમદાવાદ: વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં આવવાનું હતુ પરંતુ તેની હવા અને દિશા બદલાતા તે ઓમાન તરફ વળ્યું હતું. જેનાથી ગુજરાત પર જોખમ ઘટ્યું હતું પરંતુ ભુવિજ્ઞાનના સચિવ મુજબ આગામી 17-18 જૂને વાયુ વાવાઝોડું કચ્છ તરફ આવશે.

અમદાવાદ

By

Published : Jun 14, 2019, 9:53 PM IST

વાયુ વાવાઝોડાની દિશા બદલાતા ગુજરાત પરથી આફત દૂર થઈ હોવાનું લાગ્યું હતું પરંતુ કેન્દ્રીય ભુવિજ્ઞાનના મંત્રાલયના સચિવ રાજીવનના જણાવ્યા મુજબ, વાયુ વાવાઝોડાએ તેની ધરી બદલી છે અને હવે તે કચ્છ તરફ વળી રહ્યું છે.17-18 જૂને ગમે તે સમયે તે ત્રાટકી શકે છે પરંતુ આ વખતે વાવાઝોડાની તીવ્રતા પહેલા જેટલી નહીં રહે.

વાયુ વાવાઝોડાનો ખતરો યથાવત, કચ્છમાં 17-18 જૂને આવવાની શક્યતા...
વાયુ વાવાઝોડાનો ખતરો યથાવત, કચ્છમાં 17-18 જૂને આવવાની શક્યતા...

ન્યુઝ એજન્સી પીટીઆઈને સચિવ રાજીવને જણાવ્યું હતું કે, વાયુ સાયકલોનનો ખતરો હજુ યથાવત જ છે પરંતુ તેની તીવ્રતા ઓછી થઈ છે. હજુ તે ગુજરાતના દરિયાકિનારે ફરી ત્રાટકે તેવી શકયતા છે. કચ્છમાં વાયુ સાયકલોનની વધુ અસર થશે તો સાથે જ દરિયાકિનારાના વિસ્તારોમાં પણ અસર તો જોવા મળશે. આ મામલે સરકાર દ્વારા પણ સંભવિત પગલાં લેવાઈ રહ્યા છે.

વાયુ વાવાઝોડાનો ખતરો યથાવત, કચ્છમાં 17-18 જૂને આવવાની શક્યતા...

ABOUT THE AUTHOR

...view details