ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં વ્યાજખોરનો ત્રાસ, પૈસા ચૂકવી દીધા છતાં પાઈપ વડે ફટકાર્યો

અમદાવાદ: શહેરમાં વ્યાજખોરોનો આતંક સતત વધી રહ્યો છે. ત્યારે વધુ એક વ્યાજખોરનો ત્રાસનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં વ્યાજની રકમ અને વ્યાજ ચૂકવી દીધા છતાં પણ એક વ્યક્તિનું અપહરણ કરીને માર મારવામાં આવ્યો હતો. જે અંગે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

અમદાવાદમાં વ્યાજખોરનો ત્રાસ, અપહરણ કરીને ભાગીદારીથી છુટા કરાવવા સહી કરાવી

By

Published : Jul 7, 2019, 7:33 PM IST

અમદાવાદમાં સોલા પોલીસ સ્ટેશન પર વ્યાજખોર સામે એક ગુનો નોંધાયો છે. જેમાં દિશાંક શાહ નામના વ્યક્તિએ થોડા સમય અગાઉ ફૂલચંદભાઈ નામની વ્યક્તિ પાસેથી રૂપિયા વ્યાજે લીધા હતા.

જે દિશાંક શાહે ફુલચંદભાઇને તે પૈસા વ્યાજ સહિત ચૂકવી પણ દીધા છે. તેમ છતાં ફૂલચંદભાઈ દ્વારા તેના ધંધામાં ભાગીદાર બનાવવા દબાણ કર્યુ હતું. જેથી દિશાંકે તેના ભાગીદાર બનાવ્યા હતા.

અમદાવાદમાં વ્યાજખોરનો ત્રાસ, અપહરણ કરીને ભાગીદારીથી છુટા કરાવવા સહી કરાવી

જે બાદ તેને એક ઓફીસ ખાતે બોલાવી તેને પાઈપ અને પાણીની બોટલ વડે માર મારી તેનું અપહરણ કરીને ગાડીમાં બેસાડીને વ્યાસ વાડી ખાતે લઈ જઈને ભાગીદારમાંથી છૂટો કરાવવા જબજસ્તી સહી કરાવી હતી.

જેને લઇને દિશાક શાહ દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર પહોચી ફૂલચંદભાઈની ધરપકડ કરી હતી. તો હાલમાં આ મામલે પોલીસ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ દિશાંકભાઈ સામે પણ ફૂલચંદભાઇ દ્વારા ગુન્હો નોંધાવવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details