22 કિલોમીટર લાંબા આ રોડ શો જ્યારે થવા જઇ રહ્યો છે, ત્યારે રોડ સાઈડ 28 જેટલા રાજ્યોના કલાકારો તેમની પરંપરાગત વેશભૂષામાં તેમની કલાનું પ્રદર્શન કરશે આ માટે 28થી વધુ સ્ટેજ બંધનાર છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર પટેલ સ્ટેડિયમના લોકાર્પણ પ્રસંગે રહેશે ઉપસ્થિત મહાનુભાવોના આગમન પ્રસંગે રોડ રસ્તા અને જંકશન રીપેરીંગ થીમ બેઝડ પાર્કિંગની સુવિધા માટે 30 જેટલા પ્લોટોમાં વ્યવસ્થા પીવાના પાણીની વ્યવસ્થા મેડિકલ અને ફાયર બ્રિગેડની ટીમો તૈયાર રાખવી લોકોને લાભ લઈ જવાની વ્યવસ્થા ગોઠવવી તે માટે જરૂરી ખર્ચ વિના ટેન્ડરો કોટેશન મંગાવીએ સિવાય બજારભાવે જ કરાવી લેવા નિર્ણય લેવાશે
આ રોડ શોમાં ભાગ લેનાર લોકોના હાથમાં બંને દેશના રાષ્ટ્રધ્વજ આપવામાં આવશે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રધ્વજ બતાવી અભિવાદન કરાશે બંને મહાનુભાવોને એરપોર્ટથી ગાંધી આશ્રમ અને પછી મોટેરા સ્ટેડિયમ લઈ જવામાં આવશે.
આ રોડ શો ઇન્ડિયન રોડ શોની થીમ પર છે. જેમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાગત નૃત્યો ડાન્સ ગરબા વગેરે જોવા મળશે અલગ અલગ કલાકારો ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડીને ભારતીય સંસ્કૃતિ દર્શાવશે જ્યારે રોડ બીજા ભાગમાં ગાંધી આશ્રમથી સુભાષ બ્રિજ એરપોર્ટ ઇન્દિરા બ્રિજ સુધીનો છે. જેમાં યુનિટી ઈન ડાઈવર્સીટીની થીમ રહેશે.