અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાઈરસના કેસની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે, ત્યારે આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખતા કેન્દ્રની આરોગ્ય ટીમ ગુજરાતની મુલાકાતે આવી છે. આજથી 29 જૂન સુધી કેન્દ્રીય આરોગ્યની ટીમ ગુજરાતની હોસ્પિટલોની મુલાકાત લેશે. આજે અમદાવાદના ઘાટલોડિયાના કન્ટેનમેન્ટ ઝોનમાં કેન્દ્રની ટીમે મુલાકાત લીધી છે અને ત્યારબાદ શાહપુરની પણ મુલાકાત લીધી છે.
કેન્દ્રની આરોગ્ય ટીમ ગુજરાતની મુલાકાતે: અમદાવાદમાં ઘાટલોડીયા, ગોતા તેમજ શાહપુર વિસ્તારની કરી સમીક્ષા
રાજ્યમાં કોરોના વાઈરસના કેસની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે, ત્યારે આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખતા કેન્દ્રની આરોગ્ય વિભાગની ટીમ ગુજરાતની મુલાકાતે આવી છે. આજથી 29 જૂન સુધી કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ ગુજરાતની હોસ્પિટલોની મુલાકાત લેશે અને કોરોના સેન્ટરોની સમીક્ષા કરશે.
રાજ્યમાં વધતા કોરોનાનાના પોઝિટિવ કેસને લઇને કેન્દ્રની ટીમ એકશનમાં જોવા મળી છે. આજથી 29 તારીખ સુધી ગુજરાતની મુલાકાતે આવી પહોંચી છે, ત્યારે કેન્દ્રની ટીમ આજે અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારોની મુલાકાત લઇને નિરીક્ષણ કરશે. કોરોનાની સમીક્ષા કરવાને લઇને ગુજરાત પહોંચેલી ટીમે અમદાવાદના ગોતા, ઘાટલોડિયા વિસ્તારમાં નિરીક્ષણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ કેન્દ્રીય આરોગ્યની ટીમ માનસી ચાર રસ્તા પાસે આવેલા પરીક્ષણ કેન્દ્રની મુલાકાતે પહોંચી હતી અને ત્યારબાદ શાહપુર પહોંચી હતી.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રની ટીમ રાજ્યના આરોગ્ય સચિવ સહિત ચીફ સેક્રેટરી, આરોગ્ય કમિશનર, મ્યૂનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ બેઠક કરી શકે છે.