ગુજરાત

gujarat

ETV Bharat / state

ગ્લોબલ વોર્મિંગના કારણે ઉદભવતી સમસ્યાઓનો ઉકેલ લાવવા રાજ્યની યુનિવર્સિટીઓ અગ્રેસર બનેઃ શિક્ષણપ્રધાન - શિક્ષણપ્રધાન

અમદાવાદઃ હાલમાં સમગ્ર દેશ અને આપણું ગુજરાત રાજ્ય જ્યારે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓનો ભોગ બન્યું છે. ગ્લોબલ વોર્મિંગના કારણે ઋતુચક્રની અસમતુલાનો ભોગ રાજ્યનું કૃષિક્ષેત્ર બન્યું છે, ત્યારે સ્ટાર્ટઅપ, ઇનોવેશન અને સંશોધન દ્વારા ગ્લોબલ વોર્મિંગના કારણે ઉદ્ભવતી સમસ્યાઓનો ઉકેલ લાવવા રાજ્યની યુનિવર્સિટીઓને અગ્રેસર બનવા શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ રાજ્યની યુનિવર્સિટીઓના કુલપતિઓને આહવાન કર્યું હતું.

ree

By

Published : Nov 14, 2019, 7:25 PM IST

ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ ખાતે રાજ્યકક્ષાના પ્રધાન વિભાવરીબેન દવે તથા અંજુ શર્મા અગ્રસચિવ શિક્ષણની ઉપસ્થિતિમાં રાજ્યના શિક્ષણ વિભાગ હસ્તકની સરકારી તથા ખાનગી યુનિવર્સિટીઓના કુલપતિઓના એક દિવસીય પરિસંવાદને સંબોધતાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, આપણું યુવાધન ખુબ જ તેજસ્વી છે, તેમનામાં અગાધ શક્તિઓ પડેલી છે, ત્યારે વિદ્યાર્થીઓ-યુવાનો સ્ટાર્ટઅપના વિવિધ પ્રયોગો કે સંશોધનો દ્વારા ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓનો ઉકેલ શોધવા પ્રોત્સાહિત બને તેવું વાતાવરણ નિર્માણ કરવાની ખુબ જ જરૂરિયાત છે.

ગ્લોબલ વોર્મિંગના કારણે ઉદભવતી સમસ્યાઓનો ઉકેલ લાવવા રાજ્યની યુનિવર્સિટીઓ અગ્રેસર બનેઃ શિક્ષણપ્રધાન
ગુજરાતની યુનિવર્સિટીઓ દેશની કે વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં સ્થાન પામી શકે તે દિશામાં પણ નક્કર આયોજન કરવા ચુડાસમાએ કુલપતિઓને અપીલ કરી હતી. વૈશ્વિક કક્ષાએ શિક્ષણના વિવિધ માપદંડોમાં કોઇ ચોક્કસ માપદંડ પસંદ કરીને તેમાં આપણે ક્યાં છીએ અને ત્યાં સુધી પહોંચવા શું કરવું જોઇએ તેનું ચિંતન કરી નક્કી કરેલા લક્ષ્યાંકે પહોંચવા યુનિવર્સિટીઓએ રોડમેપ પણ તૈયાર કરવો જોઇએ તેમ તેમણે જણાવ્યું હતું.સ્ટાર્ટઅપ ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં મોખરે હોવાનું જણાવી ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સ્ટાર્ટઅપનો પ્રારંભ મર્યાદિત સંખ્યામાં થયો હતો. પરંતુ, આજે સતત ફોલોઅપ અને જહેમતને કારણે સમગ્ર દેશમાં સ્ટાર્ટઅપ રેંકિંગમાં ગુજરાતે પ્રથમ સ્થાન મેળવ્યું છે, તે કોઇ નાનીસૂની સિધ્ધિ નથી. તે આપણાં યુવાધનની આંતરશક્તિની પ્રતિતિ કરાવે છે. કુલપતિઓની બેઠકમાં સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી ક્ષેત્રે 31 યુનિવર્સિટીઓએ કરેલી કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી, તેમાં ખાસ કરીને ગુજરાત યુનિવર્સિટી, પી.ડી.પી.યુ, કડી સર્વ વિદ્યાલય ઉપરાંત જી.ટી.યુ.ની કામગીરી બિરદાવાઇ હતી.ઉલ્‍લેખનીય છે કે, સ્‍ટુડન્‍ટ સ્‍ટાર્ટઅપ અને ઈનોવેશન પોલીસી અંતર્ગત છેલ્‍લા બે વર્ષમાં ૪૬૧ પેટર્ન ફાઈલ કરાઈ છે. ૧૮૮૭ પ્રોજેક્ટસને પ્રુફ ઓફ કન્‍સેપ્‍સ માટે સહાય પૂરી પડાઈ છે. ૧૦૯ પ્રિ-ઈન્‍કયુબેશન અને ૩૯ ટિન્‍કરીંગ લેબ શરૂ કરાઈ છે. ૪૭ ફેબ લેબ શરૂ કરાઈ છે. સ્‍ટાર્ટઅપને વેગ મળે તે માટે ૧૬૦૦થી વધુ વર્કશોપ, પરીષદો અને સેમિનારનું પણ આયોજન કરાયું છે. શિક્ષણ વિભાગની સ્‍ટાર્ટઅપ માટેની આ કામગીરીના પરિણામે વર્ષ ર૦૧૭-૧૮માં KALAM INOVATION IN GOVERNANCE AWARD (KIGA) (ર) ઈનોવેશન એવોર્ડ તથા વર્ષ ર૦૧૮-૧૯માં દેશના તમામ રાન્નયોમાંથી સ્‍ટાર્ટઅપ ક્ષેત્રે શ્રેષ્ઠ દેખાવ બદલ સ્‍ટાર્ટઅપ રેંકીંગ ર૦૧૮ અંતર્ગત એવોર્ડ ગુજરાત રાજ્યને મળેલો છે. કુલપતિઓની આજની બેઠકમાં યુનિવર્સિટીઓના નેશનલ રેન્‍કીંગ, નેશનલ બોર્ડ ઓફ એક્રેડીટેશન (એમ.બી.એ) અને નેશનલ ઈન્‍સ્‍ટીટયુશનલ રેન્‍કીંગ ફ્રેમવર્ક (એન.આઈ.આર.એફ.) રેન્‍કીંગમાં વધારો કરવા અંગે પણ વિસ્‍તૃત ચર્ચા કરાઈ હતી. નેશનલ રેન્‍કીંગ અને નેશનલ બોર્ડ ઓફ એક્રિડીટેશન માટે વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે. આ પ્રકારનું એસેસમેન્‍ટ નકકી કરાયેલી એજન્‍સી દ્વારા કરાશે. આ બેઠકમાં એવું પણ નકકી કરાયું હતું કે, યુનિવર્સિટીઓ સાથે સંલગ્ન કોલેજોમાં પણ રેન્‍કીંગની પઘ્‍ધતિ તથા નેકએક્રેડીટેશન ફરજીયાત કરાશે.ઉપરાંત વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષવા કેટલાક ચોક્કસ કાર્યક્રમોના આયોજનનો પણ નિર્ણય લેવાયો હતો. તે અંતર્ગત નેશનલ અને ઈન્‍ટરનેશનલ રોડ શોનું આયોજન, એકઝીબીશનનું આયોજન, ઈન્‍ટરનેશનલ કોન્‍ફરન્‍સનું આયોજન, ફોરેન હાઈકમિશન પબ્‍લિક કન્‍સલટન્‍સી સાથે કોલોબ્રેશન કરવું. પ્રવેશ પ્રક્રિયાની નીતિમાં જરૂર જણાય ત્‍યાં યોગ્‍ય ફેરફાર કરવો. ઉપંરાત વિવિધ એક્ષપર્ટના મોટીવેશનલ લેકચરર્સ તૈયાર કરવા વગેરે કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આ પ્રકારના કાર્યક્રમોના રોડમેપ પણ તૈયાર કરાયા છે.

ABOUT THE AUTHOR

...view details