ગુજરાત

gujarat

ETV Bharat / state

Union Budget 2023 : બજેટથી વેપાર વૃદ્ધિ માટે નવતર પહેલ, ઉત્પાદનને પ્રોત્સાહન આપવા પ્રયાસ

રાજ્યસભા સાંસદ સુશીલ મોદી આજે કમલમની મુલાકાતે હતા. તેઓએ કેન્દ્રીય બજેટ 2023ને લઈને કેટલીક મહત્વની વાત કરી હતી. તો બીજી તરફ  ગિફ્ટ સિટીમાં વેપાર વૃદ્ધિ માટેની નવતર પહેલનો પ્રયાસ કરાયા વિશે પણ વાત કરી હતી.

Union Budget 2023 : બજેટથી વેપાર વૃદ્ધિ માટે નવતર પહેલ, ઉત્પાદનને પ્રોત્સાહન આપવા પ્રયાસ
Union Budget 2023 : બજેટથી વેપાર વૃદ્ધિ માટે નવતર પહેલ, ઉત્પાદનને પ્રોત્સાહન આપવા પ્રયાસ

By

Published : Feb 4, 2023, 4:27 PM IST

રાજ્યસભા સાંસદ સુશીલ મોદી આજે કમલમની મુલાકાતે

અમદાવાદ : કેન્દ્ર સરકારના બજેટને ગુજરાતની જનતાએ આવકાર આપ્યો છે. આ બજેટ તમામ વર્ગ માટે ફાયદાકારક હોવાની વાતું થઈ રહી છે. દેશના ખેડૂતો, ગરીબ, વંચિત, પીડિતોને ધ્યાનમાં રાખી તૈયાર કરાયેલું અમૃત બજેટ માનવામાં આવી રહ્યું છે. ત્યારે બિહારના પૂર્વ ઉપમુખ્યપ્રધાન અને રાજ્યસભા સાંસદ સુશીલ મોદી આજે કમલમ ખાતે બજેટને લઈને વાતચીત કરી હતી. જેમાં ગિફ્ટ સિટીમાં વેપાર વૃદ્ધિ માટેની નવતર પહેલ અને ડાયમંડ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે પ્રયાસ કરાયા છે.

બજેટ લઈને શું કરી વાત : સુશીલ મોદી કમલમ ખાતે 2023ના બજેટ વિશે જણાવ્યું કે, દેશના ખેડૂતો, ગરીબ, વંચિત, પીડિતોને ધ્યાનમાં રાખી તૈયાર કરાયેલું અમૃત બજેટ છે. ગિફ્ટ સિટીમાં વેપાર વૃદ્ધિ માટેની નવતર પહેલ અને ડાયમંડ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના પ્રયાસ કરાવ્યું છે. મધ્યમવર્ગીય પરિવારોને ઇન્કમ ટેક્સમાં રાહતથી મોટો લાભ થઈ શકે છે. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કર્યું જેમાં વંચિતોને પ્રાથમિકતા આપવામાં આવશે અને મહિલાઓ માટે ખાસ બજેટ પણ છે. આ બજેટ ભારતના વિકાસને નવી ગતિ આપશે. બજેટમાં MSMEનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે અને ચુકવણીની નવી વ્યવસ્થા પણ બનાવવામાં આવી છે.

છેલ્લા વર્ષોમાં સરકારે પગલાં લીધા : આ બજેટ પ્રથમવાર અનેક પ્રોત્સાહક યોજનાઓ લઈને આવ્યું છે. આવા લોકો માટે ટ્રેનિંગ, ટેકનોલોજી, ક્રેડિટ અને માર્કેટ સપોર્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. PM વિશ્વકર્મા કૌશલ સન્માન એટલે PM વિકાસ યોજના કરોડો વિશ્વકર્માઓના જીવનમાં પરિવર્તન લાવશે. શહેરી મહિલાઓથી લઈ ગામડામાં રહેતી મહિલાઓ કારોબાર, રોજગાર કે વ્યસ્ત મહિલાઓ કે ગૃહિણીઓના જીવનને સરળ બનાવવા માટે છેલ્લા વર્ષોમાં સરકારે અનેક પગલાંઓ લીધા છે.

આ પણ વાંચો :Union Budget 2023 : બજેટ ભાવનગરના ચેમ્બર ઓફ કોમર્સ માટે કેવું રહ્યું

શુું શું કરવામાં આવશે : બાળકો અને કિશોરો માટે રાષ્ટ્રીય ડિજિટલ પુસ્તકાલયની સ્થાપના કરવામાં આવશે. આગામી 3 વર્ષમાં 740 એકલવ્ય શાળાઓ માટે 38 હજાર 800 શિક્ષકો અને સહાયક કર્મચારીઓની નિમણૂક કરવામાં આવશે. આ અંતર્ગત 3.5 લાખ આદિવાસી વિદ્યાર્થીઓને લાભ મળશે. 2014થી હાલની 157 મેડિકલ કોલેજો સાથે 157 નવી નર્સિંગ કોલેજો ખોલવામાં આવશે. કોરોનામાં નિષ્ફળ ગયેલા નાના અને મધ્યમ ઉદ્યોગોને રાહત આપવામાં આવશે. વિવાદોના સમાધાન માટે સ્વૈચ્છિક સમાધાન યોજના લાવવામાં આવશે. લાંબી પ્રક્રિયા વિના વિવાદોનો ઉકેલ આવશે.

આ પણ વાંચો :Union Budget 2023 : બજેટનો સૌથી વધુ લાભ લેનાર ગુજરાત રાજ્ય બનશે : મુખ્યપ્રધાન

PMPBTG વિકાસ મિશન : આ ઉપરાંત વ્યવસાયો શરૂ કરવા માટે PAN નંબર પર્યાપ્ત રહેશે. MSMEને 9 હજાર કરોડ રૂપિયાની ક્રેડિટ ગેરંટી આપવામાં આવશે. આ સાથે તેઓ 2 લાખ કરોડની વધારાની કોલેટરલ ફ્રી ક્રેડિટ મેળવી શકશે. આ યોજના 1 એપ્રિલ 2023થી જ લાગુ થશે. પછાત આદિવાસી જૂથોની સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવા માટે PMPBTG વિકાસ મિશન શરૂ કરવામાં આવશે. આ PBTG વસાહતોમાં મૂળભૂત સુવિધાઓ પૂરી પાડશે. 15 હજાર કરોડ આપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details