સાળા-બનેવીએ સાથે મળી લૂંટ ચલાવી, ખેડૂતની હત્યાના કેસમાં ઝડપાયાં - એલસીબી
ધોલેરાના સાંગાસર ગામે રહેતાં ખેડૂત પાસેથી લૂંટ કરી હત્યા કરનાર સાળા-બનેવીની અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે ધરપકડ કરી છે. ખેડૂતે જમીન વેચતાં પૈસા આવ્યાં હતાં અને આરોપીઓને જાણ થતાં લૂંટ કરવા કાવતરું ઘડ્યું હતું. પોલીસે હાલ બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે.
સાળાબનેવીએ સંપીને લૂંટ કરી, ખેડૂતની હત્યાના કેસમાં ઝડપાયાં
અમદાવાદઃ વિગતે વાત કરીએ તો ધોલેરાના સાંગાસર ગામે રહેતાં ભીમભાઈ ઠેભાણી મોબાઈલ પર 19 જૂને ફોન આવતાં બાઇક લઈ ઘરેથી નીકળ્યા હતાં. મોડી રાતે પરત ન આવતાં આસપાસના ગામ અને ભાવનગર તપાસ કરી હતી. 22 જૂનના રોજ હેબતપુર જુપાલી નામની સીમમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. ધોલેરા પોલીસ અને અમદાવાદ એલસીબીની ટીમે તપાસ શરૂ કરી મોબાઈલ ફોન પર આવેલા ફોન નંબર અને બાતમીના આધારે ભરત વેગડ અને રાજેશ સોલંકીની ધરપકડ કરી છે. બંને આરોપી મૃતકને ઓળખતા હતાં.