લોકસભાની ચૂંટણીમાં હારનો સામનો કરનાર કોંગી નેતા હવે પ્રજાના પ્રશ્નોને આગળ લાવવાને બદલે જરૂરી માહિતી વગર જ શિક્ષણ વિભાગ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેમણે ધોરણ 6ની હિન્દીની બુક પર રાષ્ટ્રગીતના રચાયિતાનું નામ ખોટું જતું હોવાનું જણાવીને બે તસવીરો ટ્વિટ કરી હતી. આમ, પરેશ ધાનાણીએ સરકારની ભુલ કાઢીને સરકારની આલોચના કરી હતી. મહત્વનું છે કે, રવીન્દ્રનાથની આટકમાં ટાગોર અને ઠાકુર બંને માન્ય ગણાય છે.
ભુલ કાઢવા જતાં ભુલને પાત્ર બન્યા ધાનાણી, સોશિયલ મીડિયામાં થયા ટ્રોલ
અમદાવાદઃ રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પુસ્તકો તૈયાર કરવામાં આવે છે. જેમાં દર વર્ષે કોઇને કોઇ ભૂલ જોવા મળે છે, ત્યારે વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી રવિન્દ્રનાથની અટક અંગે ટ્વિટ કરી ફસાયા હતાં.
આ બાબતે પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું હતું કે, દંભી રાષ્ટ્રવાદનું અસલી સ્વરૂપ. ફોટા શેર કર્યા હતા. જ્યારે આવી ભુલ કરનારા પાઠ્યપુસ્તક લખનારા ગુજરાતને શું ભણાવશે તેવા પ્રશ્નો વિરોધ પક્ષના પરેશ ધાનાણીએ કર્યા હતા. જ્યારે પાઠ્યપુસ્તક મંડળના વિષય નિષ્ણાંતે જણાવ્યું હતું કે, વર્ષ 2012થી અત્યાર સુધી જે પુસ્તકો પ્રિન્ટ કરવામાં આવ્યા છે. તેમાં રવીન્દ્રનાથ ટાગોર જ નામ પ્રિન્ટ થયું છે. પાઠ્યપુસ્તક મંડળ દ્વારા કોઇ જ ભુલ કરવામાં નથી આવી.
જો કે, રવિન્દ્રનાથની આટકમાં ટાગોર અને ઠાકુર બંને માન્ય છે. હિન્દીમાં ઠાકુર લખાય છે. ધાનાણીના ટ્વિટનો પ્રત્યુત્તર આપતા લોકોએ ધાનાણીના જ્ઞાનની ઠેકડી ઉડાવી હતી.