ગુજરાત

gujarat

ETV Bharat / state

ચૈત્રી નવરાત્રી પૂર્ણ થતા આજે થયું જવારાનું વિસર્જન

અમદાવાદઃ ચૈત્રી નવરાત્રી પૂર્ણ થતા વાજતે-ગાજતે ઢોલ નગારા સાથે માતાજીના જવારાને નદી કાંઠે પધરાવવા માટે વરઘોડા સ્વરૂપે લઈ જવામાં આવે છે.

સ્પોટ ફોટો

By

Published : Apr 14, 2019, 7:46 PM IST

ચૈત્ર માસમાં પહેલા નોરતે માતાજીના જવારાનું સ્થાપન કરવામાં આવે છે, જેને ઘટસ્થાપન કહેવામાં આવે છે. 9 દિવસ માતાજીની ભક્તિ આરાધના કર્યા બાદ આજે નોમના દિવસે માતાજીને વળામણા કરાય છે. માતાજીને વળામણા વખતે સમગ્ર ગ્રામજનો ગીતો ગાતા ગાતા, ભુવાજીની પાછળ પાછળ માતાજીને માથે લેવાનો લ્હાવો લેતા નદી કિનારે પ્રસ્થાન કરે છે. જ્યાં વિધિવત ભુવા દ્વારા જવારાને પધરાવવામાં આવે છે. આ સાથે જ 'માતા રયો રયો રે તમને કિયા ભાઈ મનાવે' આવા ભક્તિસભર ગીતો ગાતા ભાવિક ભક્તો માના વધામણા કરે છે.

ચૈત્રી નવરાત્રી પૂર્ણ થતા આજે થયુ જવારાનું વિસર્જન

ABOUT THE AUTHOR

...view details