ગુજરાત

gujarat

ETV Bharat / state

ઉત્તરાયણ દરમિયાન ગોઠવવામાં આવશે પોલીસનો ચાંપતો બંદોબસ્ત

હાલમાં કોરોના વાઈરસ અને મકરસંક્રાંતિ તહેવારોને લઈ કાળજી રાખવામાં આવી રહી છે. જેને લઈ આગામી આવનાર ઉત્તરાયણ તહેવારને લઈ શહેર પોલીસ પણ સજ્જ જોવા મળી રહી છે.

Ahmedabad City Police
Ahmedabad City Police

By

Published : Jan 12, 2021, 9:39 PM IST

  • અમદાવાદ શહેર પોલીસનો એક્શન પ્લાન
  • ડ્રોન અને ધાબા પોઇન્ટ ઉત્તરાયણ દરમિયાન મૂકવામાં આવશે
  • અમદાવાદમાં શહેરમાં ગોઠવાશે ચાંપતો બંદોબસ્ત

અમદાવાદ શહેરમાં આવનારા તહેવાર ઉત્તરાયણને લઈને શહેર પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે. જેમાં 7 DCP, 14 ACP, 60 PI અને 100થી વધુ PSI શહેરમાં ખડેપગે જોવા મળશે. પોલીસ દ્વારા તમામ લોકો ઉત્તરાયણમાં સરકારની SOPનું ચુસ્તપણે પાલન કરે તેવા હેતુસર પોલીસ સ્ટેશનમાં સૂચના આપી દેવામાં આવી છે. શહેર પોલીસ દ્વારા 14મી જાન્યુઆરીએ લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ક્યાંય બગડે નહીં તેનું ધ્યાન રાખવામાં આવશે. તો બીજી તરફ કોઈ પણ પોલીસ સ્ટેશન દ્વારા કંટ્રોલ રૂમમાં એક્સ્ટ્રા પોલીસ ફોર્સ માંગવામાં આવશે. તો તે પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો છે.

ઉત્તરાયણ દરમિયાન ગોઠવવામાં આવશે પોલીસનો ચાંપતો બંદોબસ્ત

પોલીસે લોકોને શું કરી અપીલ?

  • ઉત્તરાયણ દરમિયાન કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું પડશે
  • ધાબા પર પરિવાર સિવાય અન્ય કોઈ ભેગા થશે, તો કાયદેસર કાર્યવાહી થશે
  • ડ્રોન અને ધાબા પોઇન્ટ પણ ગોઠવવામાં આવ્યા છે
  • ડ્રોન મારફતે કોઈ પણ વ્યક્તિ વધુ ભેગી થયેલી હશે, તો કાયદેસરની થશે કાર્યવાહી
  • DJ અને સ્પીકર વગાડવા પર મનાઈ ફરમાવવામાં આવી
  • કોઈ પણ પ્રકારે એક બીજા સાથે બોલાચાલી ન થાય તે બાબતનું રાખવું પડશે ધ્યાન

ABOUT THE AUTHOR

...view details