ગુજરાત

gujarat

સંબંધોને લાંછન લગાડનારો કિસ્સો સામે આવ્યો, પહેલા બે બહેનોના બાળ લગ્ન અને બાદમાં દુષ્કર્મની ઘટના

By

Published : Jul 22, 2020, 5:21 PM IST

સંબંધોને લાંછન લગાડતો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. માતા-પિતાના અવસાન બાદ નિરાધાર બનેલી સગીરા બહેનો પર નરાધમ ફુવાએ અનેકવાર દુષ્કર્મ આચર્યું અને એટલું જ નહીં નાની ઉંમરે લગ્ન પણ કરાવ્યાં હતાં. જો કે, સમગ્ર ઘટનાની જાણ અમદાવાદ શહેર મહિલા ક્રાઈમ બ્રાન્ચને થતા બન્ને બહેનોને ચુંગાલમાંથી છોડાવવામાં આવી છે. આ સાથે જ બાળ લગ્ન કરાવ્યાનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

સંબંધોને લાંછન લગાડનારો કિસ્સો આવ્યો સામે
સંબંધોને લાંછન લગાડનારો કિસ્સો આવ્યો સામે

અમદાવાદ: શહેરમાં સંબંધોને લાંછન લગાડનાર એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં માતા-પિતાના અવસાન બાદ નિરાધાર બનેલી સગીરા પર નરાધમ ફૂવાએ અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં ત્યારબાદ બંને બહેનોના બાળ લગ્ન કરાવ્યા હતાં. ગુજરાતમાં એક તરફ બાળ લગ્નના કિસ્સા ઘટતા જાય છે પણ અમુક સમાજમાં હજુ પણ આ રીતથી ચાલી આવે છે. તેઓ જ એક કિસ્સો સરદારનગરમાં સામે આવ્યો છે.

સરદાર નગરમાં રહેતી સગીર બહેનો માતા-પિતાના અવસાન બાદ દાદી સાથે રહેતી હતી, ત્યારે દૂરના ફોઈ અને ફુવા દ્વારા બંને સગીરાને કલોલ ખાતે લઈ જવામાં આવી હતી. માતા-પિતા ન હોવાથી નિરાધાર બહેનોને ફોઈ ફૂવા રાખશે અને તેમનું જતન કરશે તેવા આશય સાથે કલોલ ગઇ હતી, પરંતુ ફુવાએ 16 વર્ષીય સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું અને 14 વર્ષની સગીરા સાથે શારીરિક અડપલાં પણ કર્યા હતાં.

સંબંધોને લાંછન લગાડનારો કિસ્સો આવ્યો સામે
આ સમગ્ર ઘટનાની જાણ અમદાવાદ શહેર મહિલા ક્રાઇમ બ્રાન્ચને થઈ હતી. આરોપીઓએ સગીરા સાથે દુષ્કર્મ કર્યું અને લગ્નની ઉંમર ન હોવા છતાં બંને સગીરાઓના લગ્ન કરાવી દીધા અને સગીરાના પતિ પાસેથી 50 હજાર રૂપિયા પણ લીધા હતાં. લગ્ન બાદ સગીરાએ તેના પતિને શારીરિક સંબંધ બાંધવા ન દેતા પતિએ આ મામલે ફૂવાને રજૂઆત કરતાં તેણે બન્નેને ઘરે બોલાવી અને સગીરાના હાથ પકડી રાખી તેની મરજી વિરુદ્ધ પતિ દ્વારા દુષ્કર્મ કરવામાં આવ્યું પરંતુ અંતે આ મામલે બાળ સુરક્ષા એકમ દ્વારા મહિલા પોલીસ સુધી માહિતી પહોંચાડવામાં આવી અને મહિલા પોલીસે બંને સગીરાઓને પતિના ચુંગાલમાંથી મુક્ત કરાવી છે.

હાલ મહિલા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સગીરાના ફોઈ, ફૂવા અને બન્નેના પતિ અને સાસુ સસરાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details