અમદાવાદ: શહેરમાં દિવસે દિવસે ચોરી, લૂંટફાટ અને હત્યાના બનાવો વધી રહ્યા છે. અસામાજિક તત્ત્વો બેફામ બન્યા છે. જેના કારણે પોલીસની નિષ્ફળતા પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ એક ચોંકાવનારો ચોરીનો કિસ્સો પોલીસમાં નોંધાયો છે. જેમાં એક કોલેજમાં ડીપાર્ટમેન્ટ હેડ અને પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા મહિલાના ઘરમાંથી મોબાઇલ ફોનની ચોરી થઈ હતી. બાદમાં તેમના જે નંબરમાંથી વોટ્સઅપ ચાલુ હતું તે નંબરનો ચોરી કરનારા શકશે ઉપયોગ કરી પાંચથી વધુ લોકોને મહિલાના જ ફોનમાંથી બિભત્સ મેસેજ કર્યા હોવાનું તેમને જાણવા મળ્યું હતું. આ વિચિત્ર કિસ્સાના સ્ક્રીનશોટ સાથે તેમણે તાત્કાલિક અમદાવાદ શહેર સાઇબર ક્રાઇમનો સંપર્ક કર્યો હતો. જ્યાં આગળ અરજી આપ્યા બાદ હવે નારોલ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
અમદાવાદ: ચોરે રોકડ અને મોબાઈલની ચોરી કરી, મહિલાના ફોનમાંથી કર્યા બિભત્સ મેસેજ - અમદાવાદ સાયબર ક્રાઇમ
અમદાવાદમાં એક ચોંકવનાકો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં કોલેજમાં ડીપાર્ટમેન્ટ હેડ અને પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતી મહિલાના ઘરમાંથી મોબાઈલ ફોનની ચોરી થઈ હતી. ત્યારબાદ ચોરે મોબાઇલથી મહિલાના પરિચિત લોકોને બિભત્સ મેસેજ પણ મોકલ્યા હતા. જે અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
જેથી આ ફોન અને રોકડની ચોરી થઇ હોવાનું તેમને જાણવા મળ્યું હતું. તપાસ કરતા ટીવી જોતાં જોતાં તેમના પતિ દરવાજો ખુલ્લો રાખ્યો હોવાનું સામે આવ્યું હતું. અને તે જ દરમિયાન ચોરી થયા હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે જોકે વ્યસ્ત હોવાના કારણે તેઓએ તે દિવસે ફરિયાદ કરી ન હતી પણ બાદમાં 4 ઓગસ્ટે તેવું કોલેજ ગયા હતા ત્યારે જાણવા મળ્યું હતું કે તેમના બે નંબર માંથી જે નંબર ઉપર વોટસઅપ ચાલુ હતું તે જ નંબર પરથી ચોરી કરનાર શખ્સ એ મોબાઈલ ફોન નો દુરુપયોગ કરી પાંચથી વધુ લોકોને બિભત્સ મેસેજ કર્યા હતા તેના સ્ક્રીનશોટ પણ તેમને તાત્કાલિક સાઇબર સેલને આપ્યા હતા મહત્વનું છે કે હાલ મહિલાને ચારથી પાંચ લોકોને જે દિવસ મેસેજ કર્યા હોવાનું જાણવા મળ્યું છે પરંતુ ચોરી કરનાર શખ્સ એ કેટલા લોકોને મેસેજ કર્યા છે તે અંગે હવે અમદાવાદ શહેર સાઇબર ક્રાઇમ બ્રાન્ચ અને નારોલ પોલીસ તપાસ કરી રહી છે.