અમદાવાદઃ અમદાવાદના રવિ પંડ્યા નામના વ્યક્તિએ પોતાનું અપહરણ(Kidnapping in Ahmedabad) કરી પરિવાર પાસેથી પૈસા પડવવાનું કાવતરૂ રચ્યું હતું. રવિ પંડ્યા નામનો શખ્સ છેલ્લા 9 વર્ષથી આફ્રિકાના તાનઝનિયા રહી કોમોડિટી વસ્તુઓનો વેપાર કરતો હતો. પરંતુ એક વર્ષથી કોરોનાને લઈ ધધાંમાં નુકશાન થયું હતું જેથી રવિને પરત ભારત આવું હતું. પરતું તેની પાસે પૈસા ન હોવાથી પિતાને કહેતા બે લાખ રૂપિયાનું સગવડ કરી જૂન 2021માં અમદાવાદ આવ્યો હતો. જે બાદ દેવું પૂરું કરી શકતો ન હોવાથી રવિ કંટાળી ગયો હતો. જેથી પોતાનું અપહરણ થયું હોવાનું પોતે તરકટ રચી દેવું ભરવાનો પ્લાન બનાવ્યો.
પત્ની મેસેજ કરીને બે લાખ રૂપિયાની માંગણી કરી
રવિ પંડ્યા 27મી ડિસેમ્બરે ઘરેથી મોબાઇલ નંબર બદલવા જવાનું કહી પોતે અમદાવાદથી જોધપુર, જયપુર, દિલ્હી અને દિલ્હીથી જમ્મુ કશ્મીર પહોંચી ગયો હતો. જ્યાં રવિ પંડ્યાએ બીજા મોબાઇલ નંબર પરથી પત્ની મેસેજ કરીને કહ્યું કે બે લાખ રૂપિયા આપો નહિ તો રવિ પંડ્યાને મારી નાખીશું. આમ કરી મેસેજ કરતા પરિવાજનો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ફરિયાદ(Ahmedabad Kidnapping case) નોંધાવી હતી.