ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં તાપમાન 44 ડીગ્રીને પાર, યલો એલર્ટ કર્યું જાહેર

અમદાવાદઃ ઉનાળો તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે ગરમી પણ છેલ્લી કક્ષાએ પહોંચી રહી છે. અમદાવાદમાં તાપમાન 44.3 ડીગ્રીએ પહોંચી જતાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સ્પોટ ફોટો

By

Published : May 31, 2019, 5:38 AM IST

અમદાવાદમાં તાપમાનનો પારો 44.3 ડીગ્રીએ પહોંચી ગયો છે. બીજીતરફ સતત બીજા દિવસે રાજ્યનું પાટનગર ગાંધીનગર પણ 44.4 ડીગ્રી તાપમાનમાં શેકાઈ રહ્યું છે. તેવામાં તંત્ર દ્વારા યલો એલર્ટ જાહેર કરી દેવાયું છે. દેશભરમાં ગરમીનો પારો ઉપર ચઢી રહ્યો છે.

અમદાવાદમાં તાપમાન 44 ડીગ્રીને પાર, યલો એલર્ટ કર્યું જાહેર

ઉત્તર અરબીય સમુદ્રમાં રચાયેલી હાઈ પ્રેશરથી ગરમીના પ્રમાણમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. તાપમાન વધતા જ લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ રહ્યાં છે. તાપ અને ગરમીથી બચવા માટે લોકો મોટા પાયે AC અને પંખા સહિત કુલર જેવા સાધનોનો સહારો લઈ રહ્યાં છે. બીજીતરફ લોકો ઠંડા પીણા તરફ વળ્યા હોવાનું જણાઈ રહ્યું છે. હાલ તંત્ર દ્વારા અમદાવાદ સહિતના મોટા ભાગના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે, જેના કારણે બપોરના સમયે કામ વિના ઘર કે ઓફિસની બહાર ન નીકળવા માટે સૂચના આપવામાં આવી છે. આ તરફ હજી આગામી દિવસોમાં પણ આ તાપમાન યથાવત રહેશે.

શહેર

તાપમાન

ગાંધીનગર

44.4

અમદાવાદ

44.3

સુરેન્દ્રનગર

44

ડીસા

43.3

રાજકોટ

42.5

વડોદરા

41.8

ABOUT THE AUTHOR

...view details