ગુજરાત

gujarat

ETV Bharat / state

દિલ્હી મરકજમાં ભાગ લેનારા 68 લોકોની શોધખોળ હજી ચાલુ છેઃ સરકાર

દિલ્હીમાં હઝરત નિઝામુદ્દીન ઓલિયાની દરગાહ પાસે આવેલા તબલીગી જમાતના કાર્યક્રમથી પરત ફરેલા લોકોમાં કોરોના લક્ષણ મુદ્દે ગુજરાત હાઇકોર્ટ દ્વારા લેવાયેલી સુઓ મોટો અરજી મુદ્દે શુક્રવારે રાજ્ય સરકારે જવાબ રજૂ કરતા જણાવ્યું હતું કે, મરકજમાં ભાગ લઈ પરત ફરેલાં 83 લોકોની ઓળખ કરીને ક્વોરન્ટટાઇન કરાયાં છે જ્યારે 68 લોકોની હાલ શોધખોળ ચાલુ છે.

દિલ્હી મરકઝમાં ભાગ લેનારા 68 લોકોની શોધખોળ હજી ચાલુ છેઃ  સરકાર
દિલ્હી મરકઝમાં ભાગ લેનારા 68 લોકોની શોધખોળ હજી ચાલુ છેઃ સરકાર

By

Published : Apr 3, 2020, 7:18 PM IST

અમદાવાદ: દિલ્હીમાં હઝરત નિઝામુદ્દીન ઓલિયાની દરગાહ પાસે આવેલા તબલીગી જમાતના કાર્યક્રમથી પરત ફરેલા લોકોમાં કોરોના લક્ષણ મુદ્દે ગુજરાત હાઇકોર્ટ દ્વારા લેવાયેલી સુઓ મોટો અરજી મુદ્દે શુક્રવારે રાજ્ય સરકારે જવાબ રજૂ કરતા જણાવ્યું હતું કે મરકઝમાં ભાગ લઈ પરત ફરેલાં 83 લોકોની ઓળખ કરીને તેમને ક્વોરન્ટટાઇન કરાયાં છે જ્યારે 68 લોકોની હાલ શોધખોળ ચાલુ છે.

હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને એ.જે. શાસ્ત્રીની ખંડપીઠ સમક્ષ રાજ્ય સરકાર રજૂ કરાયેલા સોગંદનામા પ્રમાણે રાજ્યમાં ૬૮ લોકોની શોધખોળ હજી પણ ચાલુ છે અને તેમાં RAWની મદદથી તબલીગ જમાત અથવા મરકઝમાં ભાગ લેનાર વ્યક્તિ અને તેમને મળનાર વ્યક્તિને ક્વોરન્ટટાઇન કરાશે.

નોંધનીય છે કે, બે દિવસ અગાઉ ગુજરાત હાઇકોર્ટ આ મુદ્દે લીધેલી સુઓ મોટોમાં રાજ્ય સરકારને દિલ્હીના તબલીગી જમાતના કાર્યક્રમમાં ગુજરાતમાંથી કેટલા લોકોએ હાજરી આપી પરત ફર્યા તેની કેન્દ્ર સરકાર પાસેથી વિગત લઈ એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો હતો. દિલ્હીના કાર્યક્રમમાં હાજરી આપી પરત ફરેલાં લોકોના ક્વોરન્ટટાઇન માટે શું વ્યવસ્થા કરવામાં આવી એ અંગે પણ જવાબ રજૂ કરવાનો આદેશ કર્યો હતો. ગુજરાત હાઇકોર્ટે અખબારમાં છપાયેલા આંકડાને આધાર માનીને રાજ્ય સરકારને આદેશ કર્યો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે રાજ્યમાંથી ૨૦૦ જેટલા તબલીગી જમાતના લોકોએ દિલ્હી સ્થિત કાર્યક્રમમાં હાજરી આપી હતી.

હાઇકોર્ટમાં કેન્દ્ર સરકારના વકીલ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે કેટલા રાજ્યમાંથી કેટલા લોકો આવ્યાં એ અંગેની જાણકારી તમામ રાજ્ય સરકારોને આપશે. નોંધનીય છે કે ગુજરાતમાં કોરોના કુલ 95 કેસ નોંધાયાં છે જે પૈકી 8 લોકોના મોત નીપજ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details