ગુજરાત

gujarat

ETV Bharat / state

સેન્શન કોર્ટે નકલી ચલણથી વાહન છોડાવતા આરોપીના જામીન કર્યા મંજૂર

અમદાવાદઃ નકલી ચલણથી વાહન છોડાવતા આરોપીના જામીન મંજૂર કરાયા છે. આરોપીના સસરા મૃત્યું પામ્યાં હોવાથી સેન્શન કોર્ટે જામીન મંજૂર કર્યા હતા.

સેન્શન કોર્ટે નકલી ચલણથી વાહન છોડાવતા આરોપીના જામીન કર્યા મંજૂર

By

Published : May 29, 2019, 5:21 AM IST

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ટોઉઈંગ ઝોનમાંથી આરોપી અશરફ શેખ સહિત સાત આરોપીઓ ભેગા મળીને ઘણા સમયથી કૌભાંડો આચરી રહ્યા હતા. લોકોના વાહનોને ટોઇંગ ઝોનમાંથી છોડાવવા માટે તેઓ નકલી દસ્તાવેજો બનાવતા હતા.

દંડની રકમ કરતા અધડી રકમમાં તેઓ લોકોના વાહન છોડાવતા હતા. દાણીલીમડા પોલીસને આ વાતની બાતમી મળતા તેમણે ટોઇંગ ઝોનમાં રેડ પાડીને છ આરોપીઓની ધરપકડ કરી હતી. આ કેસના મુખ્ય આરોપી અશરફ શેખે સસરા અવસાન થતાં તેમની અંતિમ વિધિમાં હજરી આપવા 10 દિવસના વચગાળાના જામીન માંગ્યા હતા પણ સેશન્સ કોર્ટે ગૂનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એક દિવસના જામીન મંજૂર કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details