અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટમાં અગામી 15 દિવસમાં બે જજ નિવૃત થઈ રહ્યાં છે, ત્યારે સુપ્રીમ કોર્ટના કોલેજીયમે ચાર કાનુની અધિકારીને જજ તરીકે નિમણુંક આપવા અંગેનો પ્રસ્તાવ મંજૂર કર્યો હતો. 12મી ફેબ્રુઆરીના રોજ યોજાયેલી બેઠકમાં ગુજરાત હાઈકોર્ટમાં 4 નવા જજ માટેના નામનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યા હતા.
રાષ્ટ્રપતિએ 4 કાનુની અધિકારીઓની ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિમણુંક કરી - Gujarat High Court news
સુપ્રીમ કોર્ટની કોલેજીયમની ભલામણના આધારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુજરાત હાઈકોર્ટમાં 4 નવા જજોની નિમણુંક કરી છે. કાનુની અધિકારી તરીકે કાર્યરત ઈલેશ વોરા, ગીતા ગોપી, અશોક જોષી અને રાજેન્દ્ર સરીનની ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણુંક કરવામાં આવી છે.
રાષ્ટ્રપતિએ 4 કાનુની અધિકારીઓની ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિમણુંક કરી
કાનુની અધિકારી તરીકે સેવા આપતાં ઈલેશ વોરા, ગીતા ગોપી, અશોક જોષી અને રાજેન્દ્ર સરીનના ગુજરાત હાઈકોર્ટના જજ તરીકેના નામનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટની કોલેજીયમ દ્વારા યોજાયેલી બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, અગામી 15થી 20 દિવસમાં હાઈકોર્ટના બે જજ નિવૃત થશે. ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ એસ. આર. બ્રહ્મભટ્ટ અને હર્ષા દેવાણી નિવૃત થતા હોવાથી નવા ચાર જજોની પંસદગી માટે નામોના પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યા હતા.