ગુજરાત

gujarat

ETV Bharat / state

એશિયામાં એકમાત્ર અમદાવાદ સિવિલના પીડિયાટ્રીક સર્જરી વિભાગને ‘સેન્ટર ઑફ એક્સેલન્સ’ તરીકે માન્યતા મળી

અમદાવાદ સિવિલ હોસ્પિટલની એક અનોખી સિદ્ધિ પ્રકાશમાં આવી છે. માત્ર બે મહિનામાં પાંચ બાળક પર બ્લૅડર એક્સ્ટ્રફીની અતિ જટિલ સર્જરી કરવામાં આવી હતી. સમગ્ર ભારતમાં આ મુશ્કેલ ઓપરેશન કરવાની ક્ષમતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ સહિત ખૂબ જ ઓછી સંસ્થાઓ પાસે છે.

અમદાવાદ સિવિલના પીડિયાટ્રીક સર્જરી વિભાગને ‘સેન્ટર ઑફ એક્સેલન્સ’ તરીકે માન્યતા મળી
અમદાવાદ સિવિલના પીડિયાટ્રીક સર્જરી વિભાગને ‘સેન્ટર ઑફ એક્સેલન્સ’ તરીકે માન્યતા મળી

By

Published : Apr 22, 2021, 11:49 AM IST

  • બાળરોગ સર્જરી વિભાગે પાંચ બાળકો પર બ્લૅડર એક્સ્ટ્રફી સર્જરી કરી
  • ખાનગી હોસ્પિટલોમાં આ સર્જરીનો ખર્ચ રૂપિયા 10 લાખ
  • આ પ્રકારની સમસ્યા આશરે 60,000 પૈકી એક દર્દીમાં જોવા મળે

અમદાવાદ : સમગ્ર એશિયામાં અત્યારસુધીમાં એકમાત્ર અમદાવાદ સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રીક સર્જરી વિભાગને જ અમેરિકાની સંસ્થા એસોસિએશન ઓફ બ્લેડર એક્સ્ટ્રફી કમ્યૂનિટી તરફથી ‘સેન્ટર ઑફ એક્સેલન્સ’ તરીકેની માન્યતા મળેલી છે. એક તરફ આખું વિશ્વ કોવિડ-19ની મહામારી સામે ઝઝૂમી રહ્યું હતું. એવા કપરા સમયમાં પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગે જાન્યુઆરીથી માર્ચ મહિના સુધીના કોરોનાના કપરાકાળ વચ્ચેના ગાળામાં જ પાંચ બાળકો પર બ્લૅડર એક્સ્ટ્રફી/ ઍપિસ્પેડિઅસની અતિ જટિલ સર્જરી કરીને અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

બ્લૅડર એક્સ્ટ્રફી 60,000 પૈકી એક દર્દીમાં જોવા મળે

બ્લૅડર એક્સ્ટ્રફીએ યુરોલોજીને લગતી જન્મજાત સમસ્યાઓ પૈકીની સૌથી ખરાબ અને સૌથી જટિલ સમસ્યા છે. આ સમસ્યા આશરે 60,000 પૈકી એક દર્દીમાં જોવા મળે છે. સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલોમાં આ પ્રકારની જટીલ સર્જરીનો ખર્ચ રૂપિયા 10 લાખ જેટલો વધારે હોઇ શકે છે. જે દેખીતી રીતે કોઇ ગરીબ પરિવારને પરવડે નહિ. પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ સર્જરી નિઃશુલ્ક થાય છે.

અમદાવાદ સિવિલના પીડિયાટ્રીક સર્જરી વિભાગને ‘સેન્ટર ઑફ એક્સેલન્સ’ તરીકે માન્યતા મળી

ઓપરેશન પછી પણ દર્દીને 35થી 40 દિવસ સુધી હોસ્પિટલમાં રહેવું પડે



આ સર્જરી 8થી 10 કલાક સુધી ચાલે છે. ઓપરેશન પછી પણ દર્દીને 35થી 40 દિવસ સુધી હોસ્પિટલમાં રહેવું પડે છે. ઓપરેશન કરાયેલા પાંચ બાળ દર્દીમાં 9 મહિનાથી લઇને બે વર્ષ સૂધીની વયની ત્રણ બાળા અને બે વર્ષથી લઇ આઠ વર્ષ સુધીની વયના બે છોકરાનો સમાવેશ થાય છે. આ પાંચ બાળકો ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના વિભિન્ન ભાગોમાંથી અમદાવાદ સિવિલમાં આવીને સારી અને નિઃશુલ્ક સારવાર મેળવી છે. સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલોમાં જેનો રૂપિયા 10 લાખ જેટલો વધારે ખર્ચ થાય છે. એ સર્જરી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક થાય છે.

આ પણ વાંચો : અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન માત્રામાં વધારો, દરરોજ કરવામાં આવી રહ્યું છે રિફીલિંગ


પેશાબની કોથળી પેટની બહાર અને ખુલ્લી હોય


અમદાવાદ સિવિલમાં ટૂંકાગાળામાં બ્લૅડર એક્સ્ટ્રફી/ ઍપિસ્પેડિઅસના પાંચ ઓપરેશન થવા એક વિરલ સિદ્ધિ છે. કારણ કે, બ્લૅડર એક્સ્ટ્રફીએ યુરોલોજીને લગતી જન્મજાત સમસ્યાઓ પૈકીની સૌથી ખરાબ અને સૌથી જટિલ સમસ્યા છે. આ સમસ્યા આશરે 60,000 પૈકી એક દર્દીમાં જોવા મળે છે. આ સમસ્યા કેટલી જટિલ છે તેનો ખ્યાલ એ વાત પરથી મળી શકે કે, એમાં પેશાબની કોથળી પેટની બહાર હોય છે અને ખુલ્લી હોય છે. પેટ ઉપર સતત પેશાબના ટીપા પડ્યા કરે છે. આ ઉપરાંત ઇન્દ્રિયનો હિસ્સો પણ ખુલ્લો હોય છે.

બ્લૅડર એક્સ્ટ્રફીનું ઓપરેશન ખૂબ જ જટિલ અને અઘરૂં ગણાય


આ સમસ્યામાં બાળ દર્દીની જાતિ સ્ત્રી હોય કે પુરુષ, તેના બાહ્ય જનનાંગનો આકાર કઢંગો થઈ જાય છે. પેલ્વિક બૉન્સ અને સ્નાયુઓમાં પણ ખામી સર્જાય છે. બ્લૅડર એક્સ્ટ્રફીનું ઓપરેશન ખૂબ જ જટિલ અને અઘરૂં ગણાય છે. આ ઓપરેશનમાં સ્પેશિયલાઇઝ્ડ સર્જન્સ, એનેસ્થેટિસ્ટ્સ તથા ઓર્થોપેડિક વિભાગના નિષ્ણાતોની પણ આવશ્યક્તા હોય છે. આ સર્જરી 8થી 10 કલાક સુધી ચાલે છે. ઓપરેશન પછી પણ દર્દીને 35થી 40 દિવસ સુધી હોસ્પિટલમાં રહેવું પડે છે.

12 વર્ષમાં કેમ્પ દરમિયાન 250થી વધારે ઓપરેશન થયા


12 વર્ષથી દર વર્ષે અમેરિકન ડૉક્ટર્સ સાથે મળીને અમદાવાદ સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક્સ વિભાગમાં આ સર્જરીનો કેમ્પ કરવામાં આવે છે. છેલ્લાં 12 વર્ષમાં કેમ્પ દરમિયાન અને કેમ્પ સિવાય અમદાવાદ સિવિલમાં આ પ્રકારના 250થી વધારે ઓપરેશન થયા છે. આવા લાભાર્થી દર્દીઓમાં ગુજરાત જ નહિ પરંતુ દેશભરના 13થી 14 રાજ્યના દર્દીઓનો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકાના દર્દી પણ આ સર્જરીનો લાભ લઈ ચૂક્યા છે.

આ પણ વાંચો : અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેડિકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં હેલ્પ ડેસ્ક કાર્યરત


જાન્યુઆરી 2020માં બાળ સારવાર વિભાગને સેન્ટર ઑફ એક્સેલન્સનો પ્રતિષ્ઠિત ઓળખ પ્રદાન કરી

અમદાવાદ સિવિલના બાળરોગ સર્જરી વિભાગે આ સર્જરીમાં કઈ કક્ષાની વિશેષજ્ઞતા પ્રાપ્ત કરી છે. તેનો ખ્યાલ એના પરથી મળી શકે કે, અમેરિકાની સંસ્થા એસોસિએશન ઓફ બ્લૅડર એક્સ્ટ્રફી કમ્યૂનિટીએ જાન્યુઆરી 2020માં અમદાવાદ સિવિલના બાળ સારવાર વિભાગને સેન્ટર ઑફ એક્સેલન્સનો પ્રતિષ્ઠિત ઓળખ પ્રદાન કરી છે. આ NGO દ્વારા અત્યારસુધીમાં કેવળ અમેરિકાની આરોગ્ય સંસ્થાઓને જ સેન્ટર ઑફ એક્સેલન્સ તરીકેની માન્યતા પ્રદાન થતી આવી હતી.

સમગ્ર એશિયામાં એકમાત્ર અમદાવાદ સિવિલના પીડિયાટ્રીક સર્જરી વિભાગને જ આ માન્યતા

ભારત સહિત સમગ્ર એશિયામાં અત્યારસૂધીમાં એકમાત્ર અમદાવાદ સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રીક સર્જરી વિભાગને જ આ માન્યતા મળી છે. આ સર્જરી સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના વડા અને પ્રોફેસર ડૉ. રાકેશ જોષી, એસોસિએટ પ્રોફેસર ડૉ. જયશ્રી રામજી તથા તેમની ટીમ દ્વારા ઓર્થોપેડિક તથા ઍનિસ્થીઝયા વિભાગના નિષ્ણાતોના સાથ-સહકાર વડે સંપન્ન કરાઈ હતી. સર્જરીનો ઑર્થોપૅડિક પાર્ટ ટીમના વડા ડૉ. પીયૂષ મિત્તલ અને તેમની ટીમે સંભાળ્યો હતો. જ્યારે ઍનિસ્થીઝયા ટીમનું સુકાન ડૉ. ભાવના રાવલે સંભાળ્યું હતું.

દર્દી ડૉક્ટર્સ અને નર્સિંગ સ્ટાફની કાળજી-દેખરેખ હેઠળ ઝડપી રિકવરી પામી રહ્યા


ઓપરેશન કરાયેલા પાંચ બાળ દર્દીમાં 9 મહિનાથી લઇને બે વર્ષ સુધીની વયની ત્રણ બાળા અને બે વર્ષથી લઇ આઠ વર્ષ સુધીની વયના બે છોકરાનો સમાવેશ થાય છે. આ પાંચ બાળકો ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના વિભિન્ન ભાગોમાંથી અમદાવાદ સિવિલમાં આવીને સારી અને નિઃશુલ્ક સારવાર પામ્યા છે. આ પૈકીના ત્રણ બાળકને સર્જરી બાદના 40 દિવસના હોસ્પિટલાઇઝેશન દરમિયાન સારા પરિણામ જણાતા રજા આપી દેવાઇ છે. જ્યારે બાકીના બે દર્દી બાળરોગ સર્જરી વિભાગમાં ડૉક્ટર્સ અને નર્સિંગ સ્ટાફની સમર્પિત ટીમની કાળજી-દેખરેખ હેઠળ ઝડપી રિકવરી પામી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details