ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ : 7 ડિસેમ્બર સુધી રહેશે રાત્રી કરફ્યૂ, કેવી રીતે કરવું પડશે પાલન જાણો.. - Police Commission

રાજ્યના 4 શહેરોમાં અચોક્કસ મુદ્દત માટે રાત્રિ કરફ્યૂ લાગુ કરવામાં આવ્યું હતું. જે બાદ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં 7 ડિસેમ્બર સુધી રાત્રિ કરફ્યૂ રાખવામાં આવશે, તેમ જણાવવામાં આવ્યું છે. ત્યારે કરફ્યૂ દરમિયાન મળતી છૂટછાટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ahmedabad
ahmedabad

By

Published : Nov 24, 2020, 12:10 AM IST

  • અમદાવાદ માટે રાત્રિ કરફ્યૂ અંગે પોલીસે બહાર પાડ્યું જાહેરનામુ
  • 7 ડિસેમ્બર સુધી રહેશે રાત્રિ કરફ્યૂ
  • પોલીસ કરાવશે કડક અમલીકરણ

અમદાવાદઃ રાજ્યમાં કોરોના સંક્રમણને કારણે ચાર મહાનગરોમાં અચોક્કસ મુદ્દત માટે રાત્રિ કરફ્યૂ લાગુ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

કોને કોને કરફ્યૂમાંથી મળશે મુક્તિ?

  • જાહેર ઉપયોગીતા જેવી કે પેટ્રોલિયમ, પાણી, સ્વચ્છતા સહિતની સેવાઓ, વીજ ઉત્પાદન, ટેલિકોમ્યુનિકેશન સર્વિસ, રાષ્ટ્રીય માહિતી કેન્દ્ર, પ્રારંભિક ચેતવણી એજન્સી
  • પોલીસ, હોમગાર્ડ, સિવિલ ડિફેન્સ, ફાયર એન્ડ ઇમરજન્સી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, મ્યુનિસિપલ કોર્પોરેશનની આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા લોકો
  • તમામ તબીબી સેવાઓ, મેડિકલ સ્ટોર, ઇકોમર્સ દ્વારા ફાર્માસ્યુટિકલ હોમ ડિલિવરી
  • દૂધ વિતરણ
  • ઇલેક્ટ્રીક મીડિયા અને પ્રિન્ટ મીડિયા
  • ખાનગી સિક્યુરિટી સેવા
  • આવશ્યક ચીઝ વસ્તુઓના ઉત્પાદન કરતા એકમો
  • અંતિમ સંસ્કારમાં 20 જેટલા લોકો ભેગા થઈ શકશે
  • રેલવે અને એરપોર્ટ પર માલસમાનની હેરફેરની માટેની પ્રવૃતિઓ
  • પ્રવાસીઓ માટે ટેક્ષી અને કેબ સેવા
  • ATM ઓપરેશન અને રોકડ વ્યવસ્થાપન એજન્સીઓ
  • તમામ માલ સમાનનું પરિવહન
  • સરકારના સુધારા અદેશોના અધિન અપવાદો
  • પોલીસ કમિશનર દ્વારા પરવાનગી આપેલા વ્યક્તિઓ
  • તમામ બાબતોમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક તેમજ કોવિડની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે.

આ સિવાયના કોઈ પણ વ્યક્તિ કરફ્યૂના સમય દરમિયાન રહેણાંકની બહાર ન આવી શકે, જાહેર માર્ગ, શેરી ગલી કે જાહેર જગ્યાએ આવી શકશે નહીં. જો કોઈ વ્યક્તિ આ જાહેરનામનો ભંગ કરશે તો તેની સામે કલમ 188 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details