- 40 લાખના ખર્ચે તૈયાર કરાઈ એકેડમી
- ક્રિકેટર પાર્થિવ પટેલ રહ્યા હાજર
- આગામી દિવસોમાં અમદાવાદમાં રમાશે 7 મેચ
અમદાવાદ : BCCIના સેક્રેટરી જય શાહ દ્વારા ગુજરાત કોલેજ ખાતે આજે ક્રિકેટ તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ એકેડમીપાછળ 40 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.
ભૂતપૂર્વ ક્રિકેટર પાર્થિવ પટેલ રહ્યા હાજર
મહત્વનું છે કે ઇન્દોર એકેડેમીના ઉદઘાટન સમયે BCCIના સેક્રેટરી જય શાહ સાથે તાજેતરમાં નિવૃતિ જાહેર કરનાર ક્રિકેટર પાર્થિવ પટેલ પણ હાજર રહ્યા હતા. આ સાથે આગામી દિવસોમાં અમદાવાદમાં ક્રિકેટ મેચો રમાશે.
40 લાખના ખર્ચે ઇન્ડોર ક્રિકેટ એકેડમી, આગામી 7 આંતરરાષ્ટ્રીય મેચ અમદાવાદમાં રમાશે
ફિલ્ડ છોડ્યા બાદ પાર્થિવ પટેલે પોતાના અનુભવો કર્યા શેર
મહત્વનું છે કે, પાર્થિવ પટેલની ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા ક્રિકેટ કન્સલ્ટન્ટ તરીકેની નિયુક્તિ કરવામાં આવી છે. ત્યારે આગામી સમયમાં ખેલાડીઓ વધુ સારી રીતે રમી શકે તે માટે 40 લાખના ખર્ચે ગુજરાત કોલેજ ખાતે ઇન્ડોર એકેડમી બનાવવામાં આવી છે. આ એકેડમીની ઓપનિંગમાં બીસીસીઆઇના સેક્રેટરી અને તાજેતરમાં જ નિવૃત્તિ જાહેર કરનાર ગુજરાતના પૂર્વ કેપ્ટન પાર્થિવ પટેલ હાજર રહ્યા હતા. જેમણે પોતાની ફિલ્ડ છોડ્યા બાદ તમામ પ્લેયર સાથેના અનુભવો શેર કર્યા હતા.
ઇંગ્લેન્ડ ટીમનો ભારતનો પ્રવાસ જાહેર...
ઇંગ્લેન્ડની ટીમ આગામી 2021 જાન્યુઆરીમાં પ્રવાસ કરશે. આ સાથે જ આ સિરીઝની ભારત સાથેની ટેસ્ટ વન-ડે અને ટી-20 મેચ રમાશે. જેમાં અમદાવાદમાં બે ટેસ્ટ અને પાંચ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમવામાં આવશે. મહત્વનું છે કે, ઇંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન મેચનું આયોજન અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં કરવામાં આવતા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે જ 24 ફેબ્રુઆરી 2021 માં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ અમદાવાદમાં રમાશે અને ચોથી ડે ટેસ્ટ પણ અમદાવાદમાં જ રમવામાં આવશે. બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે સત્તાવાર જાહેરાત કરી છે.
બીસીસીઆઇ સેક્રેટરી જય શાહ આગામી ફેબ્રુઆરી મહિનામાં અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાશે મેચ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે આ ટેસ્ટ મેચ, જુઓ ટેસ્ટ મેચનું ટાઇમ ટેબલ
- 24થી 28 ફેબ્રુઆરીના રોજ સિરિઝની ત્રીજી ટેસ્ટ મેચ ડે-નાઇટ
- 04થી 08માર્ચ ચોથી ટેસ્ટ મેચ
આ ઉપરાંત T-20 સિરિઝની પણ 5 મેચ અમદાવાદમાં જ રમવામાં આવશે
ભારત VS ઇન્ગલેન્ડ
- 12 માર્ચે પ્રથમ મેચ
- 14 માર્ચે બીજી મેચ
- 16 માર્ચે ત્રીજી મેચ
- 18 માર્ચે ચોથી મેચ
- 20 માર્ચે પાંચમી મેચ
આ ઉપરાંત ત્રણ વન-ડે મેચ પણ પૂણે ખાતે રમાશે
તારીખ 23, 26, 28 માર્ચના રમાશે આ ટેસ્ટ મેચ...