અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને પોલીસની સંયુક્ત બેઠક મળી હતી અને જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં નિર્ણય લેવામાં આવ્યો કે, શહેરના દરેક ક્લાસિસમાં ગાઈડલાઈનની કોપી સહિત નોટિસ આપવામાં આવશે.
મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે, “સુરતમાં જે ઘટના બની છે, તે અમદાવાદમાં ન બને તે માટેની પૂરેપૂરી કાળજી રાખવામાં આવશે. અમદાવાદ શહેર વિભાગ પાસે 81 મીટર સુધી ઉપર જઈ શકાય તેવા સાધનો છે. આગની બનતી ઘટનામાં પહેલું કામ સંચાલકનું છે, જે જગ્યાએ કામ કરીએ છીએ ત્યાં ફાયર સેફ્ટીની સુવિધા રાખવા આગ્રહ રાખવો જોઈએ. સાથે જ ફાયર વિભાગમાં પણ નવા માણસોની ભરતી કરવામાં આવી રહી છે એટલે મેન પાવર પૂરેપૂરો મળશે.”
સુરતમાં બનેલી ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઘડ્યો એક્શન પ્લાન શહેરમાં ફાયરસેફટી વગરના કલાસિસ સામે કડક પગલાં લેવામાં આવશે.અગાઉ પણ જ્યાં ફાયરસેફ્ટીનો અભાવ હતો, ત્યાંથી લાખો રૂપિયાની પેનલ્ટી ફટકારવામાં આવી હતી. શહેરમાં જે બાંધકામ ગેરકાયદેસર હશે, તેને પણ દૂર કરવામાં આવશે. આ ઉપરાંત પોલીસ કમિશનર દ્વારા પણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ ક્લાસિસ 23 જુલાઈ સુધી બંધ રાખવામાં આવશે અને જે કોઈ જાહેરનામનો ભંગ કરશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
શહેરમાં ચાલતા તમામ ક્લાસિસમાં રૂબરૂ જઈને નોટિસ પણ આપવામાં આવશે. ટ્યુશન ક્લાસિસને પોલીસ અને કોર્પોરેશનની પરવાનગી લેવી પડશે. ટ્યુશન ક્લાસિસને ગાઈડલાઈનની કોપી આપવામાં આવશે. જેમાં તમામ નિયમો અંગે જાણકારી આપવામાં આવશે. કોર્પોરેશન દ્વારા ગાઈડલાઈનની કોપી સાથે ટ્યુશન ક્લાસિસને નોટિસ આપવામાં આવશે. શહેરમાં વધારાના તમામ દબાણો દૂર કરવામાં આવશે અને ફાયર સેફ્ટી વિનાના એકમો સામે કાર્યવાહી કરવામાં આવશે.