ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢમાં પત્રકારો પરના હુમલાને પગલે રાજ્યના પત્રકારોએ દર્શાવ્યો વિરોધ

અમદાવાદ: જૂનાગઢમાં શનિવારે રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજવામાં આવી હતી. આ ચૂંટણીનું કવરેજ પત્રકારો દ્વારા થઈ રહ્યું હતું. આ સમય દરમિયાન પોલીસ દ્વારા પત્રકારો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, ત્યારે સમગ્ર રાજ્યના પત્રકારો દ્વારા આ લાઠીચાર્જનો વિરોધ કરવામાં આવ્યો છે.

પત્રકારોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રોષ પ્રગટ કર્યો

By

Published : May 13, 2019, 7:51 PM IST

આ અંગે અમદાવાદના પત્રકારોએ પણ જિલ્લા કલેક્ટર તેમજ શહેર પોલીસ કમિશ્નરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા કરવામાં આવેલા હુમલાને પત્રકાર જગતે વખોડી કાઢ્યો છે. આ મામલે રાજ્યભરમાં વિરોધ દર્શાવવામાં આવ્યો છે, ત્યારે રાજ્યભરમાં પત્રકારોને ન્યાય મળે તે માટે સમગ્ર જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપીને રોષ પ્રગટ કરવામાં આવ્યો હતો.

પત્રકારોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રોષ પ્રગટ કર્યો

પત્રકારો દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં પત્રકાર પર થયેલા લાઠીચાર્જ અંગે જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવામાં આવે તેમજ આ પ્રકારનો બનાવ ફરી ક્યારેય બને નહીં તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ અંગે અમદાવાદ જિલ્લા કલેક્ટર અને શહેર પોલીસ કમિશનર દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details