ગૃહપ્રધાને શનિવારના રોજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બંદોબસ્ત અને સુરક્ષા અને સમીક્ષા કરી હતી અને ત્યારબાદ ભગવાન જગન્નાથજીના મંદિરે દર્શન કર્યા હતા. ત્યાંથી સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવા નીકળ્યા હતા. સરસપુર, દરિયાપુર અને દિલ્હી દરવાજામાં અલગ-અલગ લોકોની મુલાકાત કરી હતી અને કોમી એકતા જળવાઈ રહે તે માટેની ચર્ચા કરી હતી.
અમદાવાદ રથયાત્રાના માર્ગમાં આવતા સંવેદનશીલ વિસ્તારોમાં ગૃહપ્રધાને ફૂટ પેટ્રોલિંગ કર્યું - gujarat
અમદાવાદઃ ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ થવાના આરે છે ત્યારે ગૃહપ્રધાને પોલીસ અધિકારીઓ સાથે સુરક્ષા સમીક્ષા કરી હતી અને ત્યારબાદ રથયાત્રાના સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું હતું.
સ્પોટ ફોટો
ઉપરાંત ગૃહપ્રધાને રૂટમાં આવતા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. ગૃહપ્રધાન સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે મોટી સંખ્યામાં પોલીસકર્મી હાજર રહ્યા હતા. આ વખતે સ્થાનીકોમાં પણ રથયાત્રાને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હિંદુ-મુસ્લિમ તમામ કોમના લોકો ભગવાનની રથયાત્રાનું સ્વાગત કરવા આતુર છે અને શાંતિથી રથયાત્રા પૂર્ણ થશે તેવું ગૃહપ્રધાને જણાવ્યું હતું.