ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં 5 ઉમેદવારોએ ખોટી એફિડેવિટ કરી હોવાના કેસમાં FIR કરાઈ હતી. ત્યારબાદ હાઇકોર્ટે તંત્રને આરોપી વિરૂદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. તેમ છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન થતાં અરજદારે હાઈકોર્ટમાં ફરીવાર જાહેરહિતની અરજી કરી હતી. જેની સુનાવણી થતાં હાઈ કોર્ટે 4 અઠવાડિયામાં કાયદેસરની કાર્યવાહી કરવાનો હુકમ કર્યો હતો. તેમજ કેસને લઇને તંત્રએ દાખવેલી નિષ્ક્રિયતા પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી..
ઓખા નગરપાલિકા ચૂંટણી મુદ્દે કાર્યવાહી કરવા હાઈકોર્ટે તમામ પક્ષકારોને 4 સપ્તાહનો સમય આપ્યો - High Court
અમદાવાદઃ દેવભૂમિ દ્વારકાની ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં 5 ઉમેદવારોએ ખોટી એફિડેવિટ કરી હતી. જેને લઈને તેમની સામે FIR નોંધાવામાં આવી હતી. ત્યારબાદ 5 ઉમેદવારોને ગેરલાયક ઠેરવીને કલમ 37(1) મુજબ કાર્યવાહી કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી. જેમાં હાઈકોર્ટે તંત્રને ઉમેદવારો સામે કાર્યવાહી કરવાના આદેશ કર્યા હતા.
ઓખા નગરપાલિકા ચૂંટણી મુદ્દે કાર્યવાહી કરવા હાઇકોર્ટે તમામ પક્ષકારોને 4 સપ્તાહનો સમય આપ્યો
અરજદારના વકીલ જીતેન્દ્ર મલકાનએ જણાવ્યું હતું કે,"19 ફેબ્રુઆરીના રોજ અરજી કરી હોવાં છતાં ઓગસ્ટ મહિના સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નહોતી. જેથી અરજદારને પાંચેય ઉમેદવારો વિરુદ્ધ અલગ-અલગ 5 પીટીશનો કરવાની ફરજ પડી હતી. ગુરૂવારના રોજ કરાયેલી સુનાવણીમાં નામદાર હાઈકોર્ટે આરોપી વિરુદ્ધમાં જે કાઈ કાર્યવાહી કરવાની છે તે 4 અઠવાડીયમાં પૂરી કરવાનો આદેશ કર્યો છે.