રાજ્ય સરકાર દ્વારા 10 ટકા અનામતની જાહેરાત કરાઈ એ પહેલાં આ અરજી દાખલ કરવામાં આવી હતી.અરજદાર લાલજી પટેલ દ્વારા દાખલ કરાયેલી અરજીમાં મુખ્યત્વે સ્પર્ધાત્મક પરીક્ષાઓ,નોકરીઓમાં અપાતી છૂટછાટો સહિતના મુદ્દે વાંધો ઉઠાવ્યો હતો.
સરકારની 10 ટકા EBC અનામતની જાહેરાત બાદ અરજદારે હાઇકોર્ટમાંથી અરજી પરત ખેંચી
અમદાવાદ: EBC ધોરણે 10 ટકા અનામત આપવાની માંગ સાથે પાટીદાર આગેવાન લાલજી પટેલ દ્વારા હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજી પરત ખેંચવામાં આવી છે. રાજ્ય સરકારે 10 ટકા EBC અનામત જાહેર કરી દેવાતા અરજી પરત ખેંચવામાં આવી છે. હાઈકોર્ટે અરજદારને સરકારમાં યોગ્ય રજુઆત કરવાની પણ છુટ આપી છે.
ફાઇલ ફોટો
સરકાર દ્વારા 10 ટકા EBC અનામત જાહેર કરી દેવતા સરદાર પટેલ સેવાદળ ગ્રૂપે આ અરજી પાછી ખેંચી લીધી છે. સરકારે 10 ટકા EBC અનામતની જાહેરાત કરતા અરજદારે હાઇકોર્ટમાં અરજી પાછી ખેંચી હતી.