અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં મંગળવારે બેલ કોર્ટ જજ વી.જે. કાલોતરા કોર્ટમાં આવ્યાં ત્યારે સ્ટેનો, પટ્ટાવાળા સહિતનો સ્ટાફ હાજર નહોતો. જેથી કોર્ટે રજીસ્ટ્રારને બોલાવીને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી. જજ વી.જે. કાલોતરાએ કોર્ટનો સમય વ્યર્થ કરવા બદલ રજીસ્ટ્રારને જોરદાર ઠપકો આપ્યો હતો અને આ બેદરકારી મુદ્દે રજીસ્ટ્રારને પત્ર લખી ખુલાસો માંગ્યો હતો.
અમદાવાદની સિવિલ કોર્ટમાં સ્ટાફ હાજર ન રહેતા જજે આપ્યો ઠપકો
અમદાવાદઃ શહેરમાં સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં મંગળવારે બેલ કોર્ટ જજ વી.જે. કાલોતરા એટલે કોર્ટમાં હાજર થયા ત્યાં સુધી સ્ટાફના કોઇ ઠેકાંણા ન હતા. જેના કારણે જજ રોષે ભરાયા હતા અને સ્ટાફને તેમની ફરજની ચૂકવા બદલ તેમને રજીસ્ટ્રારને ઠપકો આપ્યો હતો. સાથે મોડું થવા બદલ તેનો ખુલાસો આપવના જણાવ્યું હતું.
અમદાવાદની સિવિલ કોર્ટમાં સ્ટાફ હાજર ન રહેતા જજે આપ્યો ઠપકો
મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ સિટી સિવિલ સેસન્સ કોર્ટના જજ વી.જે કાલોતરા ડાયસ પર એટલે કે કોર્ટમાં આવી ગયા છતાં સ્ટાફ ન આવતા આશરે 15 - 20 મિનિટ સુધી રાહ જોયા બાદ રજીસ્ટ્રારને બોલાવી બેદરકારી બદલ ખખડાવ્યા હતા. જજ વી.જે કાલોતરાએ આ મુદે પત્ર લખી રજીસ્ટ્રાર પાસે ખુલાસો માંગ્યો હતો. ત્યારબાદ અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન કોર્ટનો ચાર્જ સંભાળનાર વી.જે. કાલોતરા જજે સ્ટાફ વગર જ કેસ ચલાવ્યા હતા.