ગુજરાત

gujarat

ETV Bharat / state

દેશના ગોલ્ડના ભાવ અમદાવાદના ગીફ્ટ સિટીથી નક્કી થશે - ગાંધીનગર

નાણાપ્રધાન નિર્મલા સીતારમને પહેલી ફેબ્રુઆરીએ રજૂ કરેલા બજેટમાં અમદાવાદ-ગાંધીનગર વચ્ચે આવેલા ગીફ્ટ સિટીમાં બુલિયન એક્સચેન્જ સ્થાપવાની જાહેરાત કરી છે. જેને પગલે ગુજરાતના બુલિયના વેપારીઓમાં ભારે ખુશી વ્યાપી ગઈ છે. દેશના સોનાના ભાવ અમદાવાદથી નક્કી થશે. એટલે કે, અમદાવાદ એ બુલિયન ટ્રેડિંગનું હબ બનશે.

ahmedabad
દેશ

By

Published : Feb 4, 2020, 8:31 PM IST

Updated : Feb 4, 2020, 8:51 PM IST

અમદાવાદ: ગીફ્ટ સિટીમાં બુલિયન ટ્રેડ એક્સચેન્જ સ્થાપશે, પછી ભારતમાં સોનાના ભાવ હવે ગીફ્ટ સિટીમાંથી નક્કી થશે. દેશનું પહેલું બુલિયન એક્સચેન્જ ગુજરાતમાં બનશે. આંતરરાષ્ટ્રીય બજારમાં લંડન અને અમેરિકામાં સોનાના ભાવ કોમેક્સ અને નાયમેક્સ નક્કી કરે છે, તે જ રીતે હવે દુનિયા અમદાવાદના બુલિયન ટ્રેડ એક્સચેન્જના ભાવની નોંધ લેશે. નાણાં પ્રધાને અમદાવાદ-ગાંધીનગરના ગીફ્ટ સિટીને આપેલી ગીફ્ટ મુદ્દે વધુ જાણકારી મેળવવા અમદાવાદના બ્યૂરો ચીફ ભરત પંચાલે ઓલ ઈન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના પ્રમુખ શાંતિભાઈ પટેલની વિશેષ મુલાકાત લીધી છે. જોઈએ આ મુલાકાત.

દેશના ગોલ્ડના ભાવ અમદાવાદના ગીફ્ટ સિટીથી નક્કી થશે
Last Updated : Feb 4, 2020, 8:51 PM IST

ABOUT THE AUTHOR

...view details