અમદાવાદઃ કોરોના વાઇરસના અગમચેતીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાત મુજબ જાહેરમાં થૂંકવા બદલ 500 રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી હતી. કોરોના વાઈરસ સામે લડવા ગુજરાત સરકારે ઈન્ડિયન એપેડેમિક એક્ટ અમલમાં મૂક્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ સરકારના નિર્ણયના ચુસ્ત પાલન માટે પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં અમદાવાદના તમામ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોને અલગ-અલગ જવાબદારી સોંપી હતી.
અમદાવાદમાં જાહેરમાં થૂંકતા લોકો સામે મનપાની કાર્યવાહી, 6 લાખથી વઘુ રૂપિયાનો દંડ વસૂલાયો
કોરોના વાઇરસના અગમચેતીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાત મુજબ જાહેરમાં થૂંકવા બદલ 500 રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી હતી.કોરોના વાઈરસ સામે લડવા ગુજરાત સરકારે ઈન્ડિયન એપેડેમિક એક્ટ અમલમાં મૂક્યો છે.
ahmedabad
સવારથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ અને JETની ટીમે જાહેરમાં થૂંકતા 1244 લોકો સામે કાર્યવાહી કરી રૂપિયા 6.22 લાખનો દંડ વસૂલ કર્યો છે. 278 જેટલી ટીમો સવારથી શહેરના રોડ પર ઉતરી હતી.