અમદાવાદ પોલીસ કમિશ્નરે ઉચ્ચ અધિકારીઓ સાથે માઈક્રો કન્ટેઈનમેન્ટ ખાડીયાની મુલાકાત લીધી
શહેરમાં સતત કોરોના કેસો વધતાં જાય છે. જેને લઈને કેટલાક વિસ્તાર કન્ટેઈનમેન્ટ અને માઈક્રો કન્ટેઈમનેટ જાહેર કરવામાં આવ્યાં છે. ત્યાં કોઈ પણ છૂટછાટ આપ્યાં વિના લૉક ડાઉનનું કડકપણે પાલન કરવવામાં આવી રહ્યું છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારની મુલાકાત લીધી હતી.
અમદાવાદ પોલીસ કમિશનરે ઉચ્ચ અધિકારીઓ સાથે માઈક્રો કન્ટેઈનમેન્ટ ખાડીયાની મુલાકાત લીધી
અમદાવાદઃ શહેરના ખાડીયા વિસ્તારમાં કોરોનાને અનેક કેસ હોવાથી ખાડીયાને માઈક્રો કન્ટેઈમનેટ જાહેર કરવામાં આવ્યું છે.આ કન્ટેઈમનેટ વિસ્તારમાં લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તો જ કેસોમાં ઘટાડો થઈ શકે છે. તેથી કોઈ પણ જાતની છૂટછાટ પણ આ વિસ્તારમાં આપવામાં આવી નથી. આ તમામ વિસ્તારની મુલાકાત અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા લેવામાં આવી રહી છે.