ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Weather: સમગ્ર ગુજરાતમાં ચોમાસાનું આગમન આગામી 5 દિવસ ભારે વરસાદ રહેશે - સમગ્ર ગુજરાતમાં ચોમાસાનું આગમન

ચોમાસાની ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી થઈ છે ત્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારો આજે જળબંબાકાર બની ગયા હતા. જોકે હજુ આવનારા દિવસોમાં અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, ડાંગ, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ આવવાની હવામાન વિભાગે શક્યતા બતાવી છે. તો 26, 27, 28 જૂનથી ગુજરાતમાં વરસાદની ગતિ પણ વધી શકે છે.

Gujarat Weather: સમગ્ર ગુજરાતમાં ચોમાસાનું આગમન આગામી 5 દિવસ ભારે વરસાદ રહેશે
Gujarat Weather: સમગ્ર ગુજરાતમાં ચોમાસાનું આગમન આગામી 5 દિવસ ભારે વરસાદ રહેશે

By

Published : Jun 26, 2023, 6:54 PM IST

ગુજરાતમાં ચોમાસાની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે

અમદાવાદ:ગુજરાતમાં ચોમાસાની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. આજે સમગ્ર ગુજરાતમાં વરસાદના વધામણાં થઈ ગયા છે. સમગ્ર ગુજરાતમાં આજથી વરસાદની હેલી મંડાઈ છે ત્યારે આજથી ૨ જુલાઈ સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

8 જુલાઈ બાદથી વરસાદ ક્રમશ:ચોમાસાની ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી થઈ છે ત્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારો આજે જળબંબાકાર બની ગયા હતા. જોકે હજુ આવનારા દિવસોમાં અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, ડાંગ, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ આવવાની હવામાન વિભાગે શક્યતા બતાવી છે. તો 26, 27, 28 જૂનથી ગુજરાતમાં વરસાદની ગતિ પણ વધી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં પણ વરસાદ રહેશે. ત્યાર બાદ 8 જુલાઈ બાદથી વરસાદ ક્રમશ: હળવો થતો જશે.

બાર તાલુકામાં બે ઇંચથી પણ વધારે વરસાદ: જો હાલ વરસાદની વાત કરવામાં આવે તો રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 56 તાલુકામાં વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન બાર તાલુકામાં બે ઇંચથી પણ વધારે વરસાદ ખાબક્યો હતો. રાજ્યના 25 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે જ્યારે ગુજરાતના 21 તાલુકામાં ઝરમર વરસાદ નોંધાયો છે. તો સૌથી વધુ વરસાદ ખેડાના વસો અને પંચમહાલના હાલોલમાં વરસાદ નોંધાયો છે. જોકે ગુજરાતમાં વરસાદના આગમન ટાણે સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ચોમાસાની ધમાકેદાર શરૂઆત બાદ ખેડૂતો પણ ખુશમિજાજ જોવા મળી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતમાં ચોમાસાનું આગમન સાથે અમદાવાદમાં પણ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં ક્યાંક હલવો તો ક્યાંક ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે.ત્યારે હવે ગુજરાત વાસીઓ ચોમાસાના પ્રારંભે વરસાદની મન મૂકીને મઝા માણી રહ્યા છે.

5 દિવસ સુધી વરસાદ રહેવાની સંભાવના:ચોમાસાનો વરસાદ શરૂ થઈ ગયો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ રહેશે તો વલસાડમાં હવામાંન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યુ છે અને દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે. આજે ગુજરાતમાં મોન્સૂન ટ્રફ અને સર્ક્યુલર એમ બે સિસ્ટમ સક્રિય થવાથી વરસાદ શરૂ થઈ ગયો છે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદ રહેબની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

  1. Kheda nadiad rain: ખેડામાં ધોધમાર વરસાદ, નડીયાદમાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ
  2. Etv BHARAT IMPACT: રાજકોટમાં જર્જરિત આવાસો મામલે તંત્રની કામગીરી ઉપર સવાલો, કોર્પોરેશન કરશે સર્વે
  3. Dahod Crime News: બે દિવસ અગાઉ ગુમ થયેલ કિશોરનો મૃતદેહ ડેમમાથી મળી આવતા ચકચાર

ABOUT THE AUTHOR

...view details