અમદાવાદ: અત્યારે ભારત કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે. ત્યારે સરકાર દ્વારા કોરોના સામે લડવા માટે કોરોના ફંડ ઉભું કરવામાં આવ્યું છે. સાથે-સાથે તે ફંડમાં પોતાનો ફાળો આપવા માટે બેન્ક એકાઉન્ટ નંબર પણ આપવામાં આવ્યો છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના શિક્ષકો પોતાનો એક દિવસનો પગાર આ ફંડમાં દાન તરીકે આપશે.
સહાયની સરવાણીઃ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના શિક્ષકો એક દિવસનો પગાર કોરોના ફંડમાં આપશે
સરકાર દ્વારા કોરોના સામે લડવા માટે કોરોના ફંડ ઉભું કરવામાં આવ્યું છે. આ ફંડમાં પોતાનો ફાળો આપવા માટે બેન્ક એકાઉન્ટ નંબર પણ આપવામાં આવ્યો છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના શિક્ષકો પોતાનો એક દિવસનો પગાર આ ફંડમાં દાન તરીકે આપશે.
સહાયની સરવાણીઃ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના શિક્ષકો એક દિવસનો પગાર કોરોના ફંડમાં આપશે
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ સાથે જોડાયેલ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા કોરોના સંલગ્ન મુખ્યમંત્રી રાહત ફંડમાં 30 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ દાન આપવામાં આવશે આ સંઘ સાથે જોડાયેલ ગુજરાતના દોઢ લાખ જેટલા જુદી-જુદી યુનિવર્સિટી અને શાળાના શિક્ષકો પોતાનો એક દિવસનો પગાર આ ફંડમાં આપશે.