અમદાવાદ : ગુજરાત ATS અને GST (Goods and Service Tax) વિભાગે રાજ્યના ત્રણ શહેરોમાં એકસાથે દરોડા પાડ્યા છે, મહત્વનું છે કે GST માટે ગુજરાત ATSએ સાથે રહીને દરોડા પાડ્યા હોવાની વિગતો સામે આવી છે. જેમાં ગુજરાત ATSએ અમદાવાદ, ગાંધીધામ, સુરત, ભરૂચ અને વડોદરામાં ATS અને GSTની ટીમોએ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ટેક્સ ચોરી મામલે રાજ્યભરમાં ATS અને GSTનું સર્ચ ઓપરેશનનો ધમધમાટ ચાલી હતો. (GST department raids)
બોગસ દસ્તાવેજો અને કરચોરીની વિગતો ગુજરાત ATSએ રાજ્યભરમાં અલગ અલગ જગ્યાઓ પર કરચોરી કરનારા (Gujarat GST and ATS raids) લોકોની વિગતો મેળવીને અમદાવાદ, સુરત અને ગાંધીધામમાં એક સાથે દરોડા પાડ્યા હતા. જેમાં અનેક બોગસ દસ્તાવેજો અને કરચોરીની વિગતો ATSના હાથે લાગી છે. સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર GST ચોરી થઈ હોવાની વિગતો મળ્યા બાદ સમગ્ર રાજ્યમાં એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. આગામી સમયમાં પણ આ જ પ્રકારે દરોડા પાડવાની કાર્યવાહી ATS દ્વારા અલગ અલગ ટીમો બનાવીને હાથ ધરવામાં આવશે. (ATS raids in GST evasion case)